શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી જાહેર કરી છે.  રાજ્યના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

અમદાવાદ: હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી જાહેર કરી છે.  રાજ્યના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  નર્મદા , ભરૂચ , સુરત , ડાંગ , નવસારી , વલસાડ , દમણ , દાદરા નગર હવેલી અને તાપીમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે અહીં  ઓરેન્જ એલર્ટ  જાહેર કર્યું છે. 

જ્યારે  હવામાન વિભાગ દ્વારા અમરેલી , ભાવનગર , પંચમહાલ , દાહોદ , મહીસાગર , વડોદરા અને છોટાઉદેપુરમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીં  યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.  

હવામાન વિભાગે  રાજયમાં આગામી સાત દિવસને લઇને વરસાદની આગાહી કરી છે. સાત દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. જોકે કેટલાક જિલ્લા અતિભારે વરસાદ તો ક્યાંક હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. આજે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  

રાજ્યના ઉત્તર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ભાગોમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે રાજ્યમાં વરસાદી માહોલને લઈને વિવિધ એલર્ટ જાહેર કર્યા છે. જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ અલર્ટ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈને હવામાન વિભાગે સાત દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.   માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. 

રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 22.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 30.21 ટકા વરસાદ વરસ્યો છે. તો કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 25.63 ટકા વરસાદ પડ્યો છે. દ.ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 25.44 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઉતર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 15.66 ટકા વરસાદ વરસ્યો, મધ્ય ગુજરાત સિઝનનો અત્યાર સુધીમાં 14.98 ટકા વરસાદ વરસ્યો છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  તો પ્રવાસન સ્થળ દીવના કેટલાક વિસ્તારોમાં  છુટોછવાયો વરસાદ વરસી શકે છે.   9થી 12 જુલાઇ વચ્ચે સારા વરસાદનું અનુમાન છે. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

Embed widget