Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita
Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita
ગાંધીનગરનું મહાત્મા મંદિર. જ્યાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં 102માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી કરવામાં આવી. સહકાર સે સમૃદ્ધિ તક આયોજીત કાર્યક્રમમાં ગુજરાત સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે સરકારની AGR-2 યોજના હેઠળ નેનો યુરિયા અને નેનો ડિએપી ખાતર પર 50 ટકા સબસિડી આપવાની જાહેરાત કરી. સાથે અમિત શાહના હસ્તે ત્રણ ખેડૂતોને નેનો યુરિયાની પ્રતિકાત્મક કીટ આપવામાં આવી...કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઈફ્કો ચેરમેન દિલીપ સંઘાણી, કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી મુરલીધર મોહોલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, નાફેડના ચેરમેન જેઠા ભરવાડ, ઈફ્કોના એમડી ડો. યુ.એસ. અવસ્થી, COBIના અધ્યક્ષ અજય પટેલ સહિત દેશના દિગ્ગજ સહકારી આગેવાનો હાજર રહ્યા. આ અવસરે અમિત શાહે ખેડૂતોને નેનો યુરિયા, DAPનો વપરાશ વધારવા અપીલ કરી.