(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદના વાસણામાં મનપાના સ્વિપર મશીને ફૂટપાથ પર પરિવારને કચડ્યો, મહિલાનું મોત, એક ઈજાગ્રસ્ત
બી શાહ કોલેજ બાજુમાં ફૂટપાથ પર રહેતા પરિવારને સ્વિપર મશીને ટક્કર મારી હતી. આ ઘટનામાં પોલીસે સ્વિપર મશીન ચાલકની અટકાયત કરી છે.
Ahmedabad Accident: અમદાવાદમાં વાસણામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વિપર મશીને ફુટપાથ પર રહેતા પરિવારને કચડ્યો છે. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે.
જી. બી શાહ કોલેજ બાજુમાં ફૂટપાથ પર રહેતા પરિવારને સ્વિપર મશીને ટક્કર મારી હતી. આ ઘટનામાં પોલીસે સ્વિપર મશીન ચાલકની અટકાયત કરી છે. વેક્યુમ સ્વિપર મશીન ચાલકનું નામ પપ્પુ પારઘી છે. હાલમાં ચાલકને એમ ડિવિઝન ટ્રાફિસ પોલીસ લાવવામાં આવ્યો છે.
અમદાવાદમાંથી સનસની ક્રાઇમ ન્યૂઝની ઘટના સામે આવી છે, પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પરિવારજનોએ છોકરાને ફોસલાવીને માર માર્યો હોવાની ઘટના ઘટી છે, મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા 21 વર્ષીય યુવકને તેની સાથે અભ્યાસ કરતી છોકરી સાથે પ્રેમ થઇ ગયો હતો, આ પ્રેમ સંબંધો આગળ વધ્યા, જોકે, આ વાતની જાણ છોકરીના ઘરવાળાને થઇ જતાં તેમને પ્લાન સાથે છોકરાને માર માર્યો હતો. 21 વર્ષીય યુવકને છોકરીના પરિવારજનોએ ચાંદખેડા વિસ્તારમાં તેની પ્રેમિકાને મળવા બોલાવ્યો હતો, જે પછી તેને ફોસલાવીને ગાડીમાં બેસાડીને અજાણી જગ્યાએ લઇ જઇને માર માર્યો હતો. આ ઘટનામાં છોકરીના પરિવારજનોએ છોકરાને માર મારીને મારી નાંખવાની પણ ધમકી આપી હતી, આ ઘટના બાદ છોકરાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દિયરે ભાભીનો વીડિયો રેકોર્ડ કરવા ફોન બાથરૂમમાં મૂક્યો હતો. જે અંગે મહિલાને ખબર પડી જતાં તેણે પરિવારને જાણ કરી હતી. તેમ છતાં તેની વાતને ગંભીરતાપૂર્વક લેવામાં આવી નહોતી. જેને લઈ સેટેલાઈટ પોલીસ મથકે સાસરિયાઓ અને સગીર દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદ સહિત રાજ્યમાં સાયબર ગઠિયા બાદ હવે સાયબર રોમિયોનો ત્રાસ વધતો જાય છે. ઇન્સ્ટાગ્રામ ઉપર યુવતી અને તેની સહેલીના ફોટા નીચે કોલગર્લ લખ્યા બાદ બિભત્સ ગાળો લખીને પોસ્ટ કરી હતી યુવતીને મિત્ર વર્તુળ દ્વારા જાણ થતાં યુવતીએ ઇસ્ટાગ્રામ આઇ.ડી. બોલ્ક કરી કરી દીધું હતું. બાદમાં અજાણી વ્યક્તિએ બીજી આઇડી બનાવીને ફરીથી આવી જ હરકતો કરી હતી. આ બનાવ અંગે સાઇબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ધારક સામે ફરિયાદ નોંધાવી છે કે યુવતી કોલેજમાં મિત્રો સાથે હાજર હતી ત્યારે તેની સહેલીએ જાણ કરી હતી કે અજાણ્યા ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ધારકે તેને લિન્ક મોકલી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી.
જે ખોલીને જોતા ફરિયાદી યુવતી અને તેની સહેલીના ફોટા મુકેલા હતા અને આ ઇન્ટાગ્રામ આઈના હાઇલાઇટ સ્ટોરીમાં મુકેલા હતા, એટલું જ નહી બન્ને યુવતીના ફાટો નીચે તેમના મોબાઇલ નંબર નીચે કોલ ગર્લ્સ તરીકે દર્શાવ્યું હતું. જેના કારણે લોકોના ફોન આવતા થઇ ગયા હતા. કોઇક અજાણી વ્યક્તિએ આ હરકત કરીને યુવતીને હેરાન પરેશાન કરી બાદનામ કરવાના ઇરાદે પોસ્ટ કરી હતી. આ બનાવ અંગે સાઇબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.