શોધખોળ કરો

Bageshwar Dham: બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદમાં પણ ભરશે દિવ્ય દરબાર, ક્યાં લાગ્યા બેનરો, ને કઇ તારીખ થઇ નક્કી ?

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર બાબા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર આગામી 29 અને 30 મેએ અમદાવાદમાં પણ યોજાશે

Bageshwar Dham: દેશભરમાં બહુ ઓછા સમયમાં લોકપ્રિય થયેલા બાબા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી હવે અમદાવાદમાં દિવ્ય દરબાર ભરશે. માહિતી પ્રમાણે આગામી 29 અને 30 મેના દિવસે અમદાવાદમાં દિવ્ય દરબારનો કાર્યક્રમ યોજશે.

માહિતી પ્રમાણે, બાગેશ્વર ધામના પીઠાધીશ્વર બાબા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર આગામી 29 અને 30 મેએ અમદાવાદમાં પણ યોજાશે. ખાસ વાત છે કે, સેક્ટર 6ના અંબે માતાના મંદિરમાં ગયા વર્ષે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ આજ સ્થાન પર દિવ્ય દરબાર યોજનાનો સંકલ્પ લીધો હોવાનો આયોજકોનો દાવો કરી રહ્યાં છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ અંબે માતા મંદિરના દર્શન કર્યા હતા. 

માહિતી પ્રમાણે, 29 અને 30 મેના દિવસે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદના ચાણક્યપુરીના સેક્ટર 6ના ગ્રાઉન્ડમાં દિવ્ય દરબારનો કાર્યક્રમ યોજશે. ખાસ વાત છે કે, રાધિકા સેવા સમિતિ દ્વારા આયોજિત દિવ્ય દરબાર કાર્યક્રમના આયોજનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એસજી હાઇવે કારગિલ પેટ્રૉલ પંપ પાસે કાર્યક્રમના મોટા મોટા બેનરો પણ લાગી ગયા છે. આ બેનરોમાં 'ના કોઈ ટોકન, ના કોઈ નબર' નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવશે

Rajkot: દેશભરમાં હિન્દુત્વ યુવા આગેવાન અને ચમત્કારી બાબા તરીકે જાણીતા થયેલી બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં રાજકોટની મુલાકાત લેશે. બાગેશ્વર ધામના પીઠેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવવાના છે.  

બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 1લી અને 2જી જૂને રેસકોર્સમાં દિવ્ય દરબાર ભરશે, બાબાનો આ દિવ્ય દરબાર બે દિવસીય રહેશે, અને આમાં કેટલાય લોકો હાજરી આપશે. ખાસ વાત છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના આ દિવ્ય દરબારને લઈ લોકલ કમિટી બની છે. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના સંકલ્પી હનુમાનભક્ત ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાષ્ટ્ર, બિહાર અને હવે પછી ગુજરાતમાં સૂચક મુલાકાતે આવવાના છે. 

Rajkot: બાબા બાગેશ્વરના ગુજરાત આગમને પગલે શરૂ થયો વિવાદ, જાણો કોણે બાબાને ગણાવ્યા તાંત્રિક?

Rajkot: દેશભરમાં હિન્દુત્વ યુવા આગેવાન અને ચમત્કારી બાબા તરીકે જાણીતા થયેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં રાજકોટની મુલાકાત લેશે. બાગેશ્વર ધામના પીઠેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવવાના છે.  બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 1લી અને 2જી જૂને રેસકોર્સમાં દિવ્ય દરબાર ભરશે, બાબાનો આ દિવ્ય દરબાર બે દિવસીય રહેશે, અને આમાં કેટલાય લોકો હાજરી આપશે. ખાસ વાત છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના આ દિવ્ય દરબારને લઈ લોકલ કમિટી બની છે.

બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત આગમન પહેલા જ જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. બાબા બાગેશ્વરને તાંત્રિક ગણાવીને રાજકોટ કોમર્શિયલ કો ઓપરેટીવ બેંકના સીઈઓ પુરસોત્તમ પીપરીયાએ પડકાર ફેંક્યો છે. પુરસોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વરના વિરોધમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને કેટલાક પડકાર ફેંક્યા હતા.  પોતાની પોસ્ટમાં પુરસોત્તમ પીપરીયાને ડ્રગ્સ ક્યાંથી આવે તે તેની માહિતી આપવાનો પડકાર ફેંક્યો હતો.

એટલુ જ નહી, જો બાબા બાગેશ્વર ડ્રગ્સની જાણકારી આપે તો પાંચ લાખનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી. પુરસોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વર વશીકરણની વિદ્યાનો દુરૂપયોગ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.  જો બાબા ત્રિકાળ જ્ઞાની હોય તો ડ્રગ્સ ક્યાંથી આવે તેની માહિતી આપે અને જો બાબા ડ્રગ્સ સપ્લાય ચેઈનની માહિતી આપશે તો તે પોતે બાબા બાગેશ્વરનું મંદિર બનાવશે તેવી જાહેરાત કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

10 દિવસમાં રાજીનામું આપો, નહીં તો બાબા સિદ્દીકી જેવા હાલ કરીશું... CM યોગીને મળી ધમકી
10 દિવસમાં રાજીનામું આપો, નહીં તો બાબા સિદ્દીકી જેવા હાલ કરીશું... CM યોગીને મળી ધમકી
Israel Iran War:  ખામેનેઈએ કહ્યું- 'ઈઝરાયેલને જડબાતોડ જવાબ આપીશું',મિડલ ઈસ્ટમાં નવાજૂની એંધાણ
Israel Iran War: ખામેનેઈએ કહ્યું- 'ઈઝરાયેલને જડબાતોડ જવાબ આપીશું',મિડલ ઈસ્ટમાં નવાજૂની એંધાણ
IND vs NZ: ટીમ ઈન્ડિયાને જીતવા માટે મળ્યો 147 રનનો ટાર્ગેટ,જાડેજાની 5 વિકેટ
IND vs NZ: ટીમ ઈન્ડિયાને જીતવા માટે મળ્યો 147 રનનો ટાર્ગેટ,જાડેજાની 5 વિકેટ
ભારતમાં iPhone ખરીદનારાઓ માટે સારા સમાચાર! Appleના CEO ટિમ કુકે લીધો આ મોટો નિર્ણય
ભારતમાં iPhone ખરીદનારાઓ માટે સારા સમાચાર! Appleના CEO ટિમ કુકે લીધો આ મોટો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar News : ભાવનગરમાં ફટાકડા ફોડવાની ના પાડતા ટોળાએ 3 મકાનમાં કરી તોડફોડJ&K Encounter :  જમ્મુ-કશ્મીરમાં 3 એન્કાઉન્ટરમાં  લશ્કર એ તૈયબાના કમાન્ડર ઉસ્માન સહિત 3 ઠારSpain Flood : સ્પેનમાં પૂરે મચાવી તબાહી, સેનાએ સંભાળ્યો મોરચો, લાપતા લોકોની શોધખોળ ચાલુંUP CM Yogi Adityanath : 'યોગી આદિત્યનાથ 10 દિવસમાં આપે રાજીનામું, નહીંતર બાબા સિદ્દીકી જેવા થશે હાલ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
10 દિવસમાં રાજીનામું આપો, નહીં તો બાબા સિદ્દીકી જેવા હાલ કરીશું... CM યોગીને મળી ધમકી
10 દિવસમાં રાજીનામું આપો, નહીં તો બાબા સિદ્દીકી જેવા હાલ કરીશું... CM યોગીને મળી ધમકી
Israel Iran War:  ખામેનેઈએ કહ્યું- 'ઈઝરાયેલને જડબાતોડ જવાબ આપીશું',મિડલ ઈસ્ટમાં નવાજૂની એંધાણ
Israel Iran War: ખામેનેઈએ કહ્યું- 'ઈઝરાયેલને જડબાતોડ જવાબ આપીશું',મિડલ ઈસ્ટમાં નવાજૂની એંધાણ
IND vs NZ: ટીમ ઈન્ડિયાને જીતવા માટે મળ્યો 147 રનનો ટાર્ગેટ,જાડેજાની 5 વિકેટ
IND vs NZ: ટીમ ઈન્ડિયાને જીતવા માટે મળ્યો 147 રનનો ટાર્ગેટ,જાડેજાની 5 વિકેટ
ભારતમાં iPhone ખરીદનારાઓ માટે સારા સમાચાર! Appleના CEO ટિમ કુકે લીધો આ મોટો નિર્ણય
ભારતમાં iPhone ખરીદનારાઓ માટે સારા સમાચાર! Appleના CEO ટિમ કુકે લીધો આ મોટો નિર્ણય
Health Tips: જો તમારી સૂંઘવાની ક્ષમતા ઘટી ગઈ હોય તો ચેતીજજો...થઈ શકે છે 139 પ્રકારની ગંભીર બીમારી
Health Tips: જો તમારી સૂંઘવાની ક્ષમતા ઘટી ગઈ હોય તો ચેતીજજો...થઈ શકે છે 139 પ્રકારની ગંભીર બીમારી
Bhai Dooj 2024: આજે ભાઈ બીજના દિવસે બની રહ્યો છે શુભ યોગ, જાણો પૂજા વિધિનું શુભ મુહૂર્ત
Bhai Dooj 2024: આજે ભાઈ બીજના દિવસે બની રહ્યો છે શુભ યોગ, જાણો પૂજા વિધિનું શુભ મુહૂર્ત
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
Embed widget