Ahmedabad: ભાજપે ખેસની નવી ડિઝાઈન કરી જાહેર, સી.આર.પાટીલે પીએમ મોદીને પહેરાવ્યો નવો ખેસ, જાણો શું છે વિશેષતા
Gujarat BJP: હાલ ભાજપના કેસમાં બંને તરફ કમળનું નિશાન જોવા મળે છે, જોકે નવી ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
Ahmedabad News: પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. મહિલા અનામત બિલ પાસ થવાને લઈ અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેસની નવી ડિઝાઇન જાહેર કરવામાં આવી છે. ભાજપના નવા કેસમાં એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તસ્વીર અને બીજી તરફ ભાજપનું કમળનું નિશાન છે. અમદાવાદમાં પીએમ મોદીના અભિવાદન કાર્યક્રમમાં સી આર પાટીલે વડાપ્રધાનને નવી ડિઝાઇન વાળો ખેસ પહેરવ્યો હતો. હાલ ભાજપના કેસમાં બંને તરફ કમળનું નિશાન જોવા મળે છે, જોકે નવી ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
શું છે ખેસની ખાસિયત
આ ખેસની ખાસિયત એ છે કે તેની પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો લગાવેલો છે અને બીજી તરફ પક્ષનું ચિન્હ કમળનો ફોટો છે અને બીજેપી લખવામાં આવ્યું છે. ભાજપ અવાર નવાર આ પ્રકારના પ્રયોગો કરતું રહે છે. વિધાનસભા ચૂંટણી અગાઉ ભાજપે ટોપી લોન્ચ કરી હતી. હવે ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી તથા લોકસભાની ચૂંટણી પહેલા પીએમ મોદીના ફોટા વાળો નવો ખેસ લોન્ચ કર્યો છે.
પીએમ મોદીએ શું કહ્યું
PM મોદી કેમ છો બધા કહી સંબોધન શરૂ કર્યું. જે બાદ કહ્યું, માતૃભૂમિને નમન સાથે મોટી સંખ્યમાં માતા બહેનોના આશીર્વાદ મળે, એનાથી વિશેષ શું હોઈ શકે. ખુશી સ્વભાવિક છે, કેમ કે તમે જે પુત્ર - ભાઈને દિલ્હી મોકલ્યો તેણે મહિલા આરક્ષણ બિલ લાવી મહત્વનું કામ કર્યું. આ સપનું વર્ષો પહેલા ગુજરાત ની ધરતી પર જોયું હતું.
- તમારા ચહેરાઓ પર એક અલગ જ ઉત્સાહ
- આ ખુશી સ્વભાવિક છે
- વિધાનસભાથી લઈ લોકસભા સુધી મહિલાઓને મળશે પ્રતિનિધિત્વ
- મહિલાઓને પ્રતિનિધિત્વ મળશે તે મોદીની ગેરંટી
- હંમેશાની જેમ આ વખતે રક્ષાબંધન પર અનેક રાખડીઓ મોકલી હતી
- ભાઈ તરફથી તમામ બહેનોને ભેટ
- આ ભેટ મે પહેલાથી જ નક્કી કરી હતી
- પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ રક્ષાબંધનનું ચૂકવ્યું ઋણ
- નારી શક્તિ વંદન અધિનિયમ બહેનોનું સપનું પુરુ કરવાની ગેરંટી
- નારી શક્તિ વંદન અધિનિયમ વિકસિત ભારતની ગેરંટી
- મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે તો દેશનો વિકાસ ઝડપથી થશે
- પહેલા મહિલા અધિકારોની વાત પર બહાના બતાવવામાં આવતા હતા
- એક એક કરીને અનેક યોજનાઓ બનાવી
- મહિલાઓનું જીવન અમે આસાન બનાવ્યું
- મહિલાઓને દરેક તબક્કે કરવામાં આવી મદદ
- કન્યા કેળવણી અભિયાન સફળ રહ્યું
- તમામ ક્ષેત્રે મહિલાઓને આગવું સ્થાન મળ્યું
- મહિલા નેતૃત્વના વિકાસ માટે તમામ પગલા ભર્યા
- જવાબદાર પક્ષ તરીકે ભાજપે અનેક મહત્વના નિર્ણય લીધા
- કોર્પોરેશનથી લઈ પક્ષ નેતા સુધી મહિલાઓને સ્થાન આપ્યું
- કોર્પોરેશનથી કચેરી સુધી મહિલાઓને મળ્યું સ્થાન
- સરકારે મહિલા બાળ વિકાસ મંત્રાલયની શરૂઆત કરી
- પશુપાલનના વ્યવસાયમાં 65 ટકાથી વધુ મહિલાઓ કાર્યરત
- મહિલા દૂધ સહકારી મંડળીની રચના કરી
- આજે લાખો મહિલાઓ વન વિકાસમાં યોગદાન આપી રહી છે
- મહિલાઓ માટે સખી મંડળનું ગઠન કરવામાં આવ્યું
- આજે ગુજરાતમાં અઢી લાખથી વધુ સખી મંડળ કાર્યરત
- મહિલાઓને જીવનમાં આગળ વધવાના અવસર મળ્યા
- ગર્ભવતિ મહિલાઓ માટે માતૃ વંદના જેવી યોજના ચલાવી
- સ્વચ્છ ભારત યોજના હેઠળ સ્કૂલોમાં શૌચાલય બનાવ્યા
- આજે દરેક ક્ષેત્રે દીકરીઓ દેશનું નામ રોશન કરી રહી છે
- પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષ પર સાધ્યું નિશાન
- મહિલાઓની મજબૂતીએ વિરોધીઓને મત આપવા મજબૂર કર્યા
- વિપક્ષે મહિલાઓની તાકાતને નબળી પાડવાનો પ્રયાસ કર્યો
- વિપક્ષે મજબૂરીમાં બિલને સમર્થન આપ્યું