સંત સંમેલનમાં હાજરી આપનાર ભાજપના વધુ એક નેતાને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો અત્યાર સુધીમાં કેટલા નેતા થયા સંક્રમિત?
અમદાવાદ ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદ શહેર પ્રભારી ધર્મેન્દ્ર શાહ કોરોના સંક્રમિત થયા છે. તેઓ કોરોનાનો ચેપ લાગતાં SVP હોસ્પિટલમાં દાખલ થયા છે.
અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે ભાજપના નેતાઓ પણ કોરના સંક્રમિત થઈ રહ્યા છે. અમદાવાદ ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદ શહેર પ્રભારી ધર્મેન્દ્ર શાહ કોરોના સંક્રમિત થયા છે. તેઓ કોરોનાનો ચેપ લાગતાં SVP હોસ્પિટલમાં દાખલ થયા છે. હાલ સુધી આઠ નેતાઓ કોરોના સંક્રમિત થયા છે.
નોંધનીય છે કે, અમદાવાદમાં આયોજિત સંત સંમેલનમાં હાજરી આપ્યા પછી ભાજપના આ નેતાઓ સંક્રમિત બન્યા હતા. ત્યારે ધર્મેન્દ્ર શાહ પણ આ સંત સંમેલનમાં હાજરી આપી હતી. ત્યારે હવે તેઓ પણ કોરોના સંક્રમિત બન્યા છે.
કોરોના સંક્રમિત નેતાઓ
અમિત શાહ, શહેર પ્રમુખ
ભૂષણ ભટ્ટ, શહેર મહામંત્રી
દર્શક ઠાકર, શહેર ઉપાધ્યક્ષ
ધર્મેન્દ્ર શાહ, પ્રભારી,ભાજપ AMC
ઉમંગ નાયક, ખાડિયા કાઉન્સિલર
જૈવલ ભટ્ટ, ડાયરેકટર,ગુજરાત સ્ટેટ ફાયનાન્સ બોર્ડ
મહેશ ઠક્કર, કોષાધ્યક્ષ
પરેશ લાખાણી
શહેરમાં સંત સંમેલન પછી ભાજપના નેતાઓ કોરોના સંક્રમિત થયા હતા. અમદાવાદ શહેર ભાજપ સંગઠનના મોટા ભાગના નેતાઓ કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ, ઉપ પ્રમુખ દર્શક ઠાકર, બે મહામંત્રી ભૂષણ ભટ્ટ અને પરેશ લાખાણી કોરોના સંક્રમિત થયા છે. આ બધા જ નેતાઓ અમદાવાદના સંત સંમેલનમાં હાજર હતા. આ સંત સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા.
આ પહેલા ગુજરાત સરકારના મંત્રી જીતુ ચૌધરી કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે આજે અમદાવાદ ભાજપના બે દિગ્ગજ નેતાઓ કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ કોરોના સંક્રમિત થયા છે. બે દિવસથી લક્ષણ જણાતા ગઈ કાલે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. SVP હોસ્પિટલમાં સારવાર માટે શહેર પ્રમુખ અમિત શાહ દાખલ થયા છે. અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ બીજી વખત કોરોના સંક્રમિત થયા છે. વર્ષ 2021માં દિવાળી સમયે કોરોના સંક્રમિત થયા હતા.
આ સિવાય અમદાવાદ શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ પણ કોરોના સંક્રમિત થયા છે. SVP હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ કોરોના સંક્રમિત થયા છે. કોરોનાના લક્ષણ દેખાતા કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો. કોરોના પોઝિટિવ આવતા ધારાસભ્યએ પોતાને સેલ્ફ કોરંનટાઈન કર્યા. સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા કરવામાં આવી અપીલ. કોરોના સંક્રમિત થયા હોવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આપી માહિતી. વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જીતુ ચૌધરી કોરોના સંક્રમિત થયા છે. જીતુ ચૌધરી બીજીવાર કોરોના સંક્રમિત થયા છે.