શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વિક્રાંત પાંડેને દિલ્હી ડેપ્યુટેશન પર મોકલાતાં અમદાવાદ કલેક્ટર તરીકે કયા IAS અધિકારીને ચાર્જ સોંપાયો? જાણો વિગત
અમદાવાદનાં કલેક્ટર વિક્રાંત પાંડેને ડેપ્યુટેશન પર દિલ્હીનાં ગૃહ ખાતામાં મોકલવામાં આવ્યા છે. જેના પગલે અમદાવાદનાં નવા કલેક્ટર તરીકે IAS ઓફિસર કે.કે.નિરાલાને ચાર્જ સોંપવામાં આવ્યો
અમદાવાદ: અમદાવાદનાં કલેક્ટર વિક્રાંત પાંડેને ડેપ્યુટેશન પર દિલ્હીનાં ગૃહ ખાતામાં મોકલવામાં આવ્યા છે. જેના પગલે અમદાવાદનાં નવા કલેક્ટર તરીકે IAS ઓફિસર કે.કે.નિરાલાને ચાર્જ સોંપવામાં આવ્યો છે. કે.કે.નિરાલા અને વિક્રાંત પાંડે બંને 2005ની બેચનાં IAS ઓફિસર છે. અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડેને ટૂંક સમયમાં જ દિલ્હી હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાંથી વધુ એક આઈએએસ ઓફિસરને દિલ્હીમાં કેન્દ્રીય મંત્રાલયમાં સ્થાન આપવામાં આવ્યું છે. અમદાવાદનાં કલેક્ટર વિક્રાંત પાંડેને ડેપ્યુટેશન પર દિલ્હીનાં ગૃહખાતામાં મોકલવામાં આવ્યા છે. હવે તેમનાં સ્થાને અમદાવાદના નવા કલેક્ટર તરીકે કે.કે.નિરાલાને નિયુક્ત કરાયા છે. કે.કે.નિરાલા અગાઉ પાણી પુરવઠા બોર્ડનાં સભ્ય સચિવ પણ રહી ચૂક્યા છે.
વિક્રાંત પાંડે ડેપ્યુટેશન પર જતાં કે.કે.નિરાલાને અમદાવાદના જવાબદારી સોંપવામાં આવી છે. કે.કે.નિરાલાની પત્ની પણ આઈએએસ ઓફિસર છે. અને બંને પતિ-પત્ની આઈએએસ કપલ તરીકે જાણીતાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion