શોધખોળ કરો
Ahmedabad : મનપાના ઉમેદવારોને લઈ કોંગ્રેસનું કોકડું ગુંચવાયું, પાર્ટી શું લઈ શકે છે મોટો નિર્ણય?
પૂર્વ વિસ્તારના વોર્ડમાં દાવેદરોની ખેંચતાણથી નામો નક્કી થતા નથી. શાહપુર, દરિયપુરમાં, જમાલપુર અને બાપુનગરમાં ખેંચતાણ વધુ છે.
અમદાવાદઃ આગામી 21મી ફેબ્રુઆરીએ 6 મનપાની ચૂંટણી યોજાવાની છે. જોકે, અમદાવાદ મનપાના ઉમેદવારો અંગે કોંગ્રેસનું કોકડું ગુંચવાયું છે. પૂર્વ વિસ્તારના વોર્ડમાં દાવેદરોની ખેંચતાણથી નામો નક્કી થતા નથી. શાહપુર, દરિયપુરમાં, જમાલપુર અને બાપુનગરમાં ખેંચતાણ વધુ છે.
કોંગ્રેસના પ્રભારી અને નેતાઓ વચ્ચે નામ માટે એકરૂપતા નહીં. ઉમેદવારોના નામોના બદલે સીધા જ મેન્ડેટ અપાય તેવી શક્યતા છે. અસારવા વોર્ડ નંબર 15 માંથી બાબુભાઇ રૂપાલા, પ્રતાપજી ઠાકોર, હિરેન પાંડે સહીત 7 નામો છે. જ્યારે બાપુનગર વોર્ડ નંબર 27 માંથી પ્રશાંત વર્મા, જે.ડી પટેલ, મોહનસિંહ રાજપૂત, સુરેશ તોમર, નીલા બારોટ, હેતલ પંચાલ સહીત 12 થી વધુ દાવેદારો છે.
શાહપુરથી શામજી પરમાર SC, ચાર્મી જૈશર, કિરણ સોલંકી SC, મહોમ્મદ યુસુફ, ભાવિન સોલંકી SC, અકબર ભટ્ટી મુસ્લિમ, અબ્દુલ માજીદ શેખ, દીપિકા ભાટિયા, ભારતીબેન ચૌહાણ સહીત દાવેદારો છે. જ્યારે દરિયાપુરથી હસન લાલા, શ્વેતા સોલંકી SC, સુરેશ દાતણીયા, નિરવ બક્ષી, જયશ્રી શાહ, મોના પ્રજાપતિ, ઈમ્તિયાઝ શેખ, હમીદ ઉલ્લા શેખ, જીલબેન શાહ સહિતના દાવેદારો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement