Ahmedabad Corona update : દર 100માંથી કેટલા લોકો પોઝિટિવ આવતાં હોવાનો BJ મેડિકલ કોલેજના ડીને કર્યો દાવો? જાણીને લાગી જશે આંચકો
દર 100 માંથી 20 લોકો પોઝિટિવ આવતા હોવાનો દાવો બી.જે. મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડિન ડો.પ્રણવ શાહ (Dr. Pranav Shah)એ કર્યો છે. વાયરસના જિન્સમાં ફેરફાર આવતો હોવાની શક્યતાઓના પગલે વધુ ઝડપથી વાયરસ ફેલાતો હોવાની શક્યતાઓના કારણે સિવિલ હોસ્પિટલ દ્વારા તાજેતરમાં પોઝિટિવ આવેલા દર્દીના સેમ્પલ પુના લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
અમદાવાદઃ કોરોના(Corona Virus) મામલે ચિંતાજનક સમાચાર સમાચાર સામે આવ્યા છે. વકરતા કોરોનાએ સ્વરૂપ (Corona strain) બદલ્યું હોવાની તબીબોએ આશંકા વ્યકત કરી છે. વાયરસના સેમ્પલ પુના લેબોરેટરી(Puna Lab)માં મોકલવામાં આવ્યા છે. બીજી તરફ કોરોનાના પોઝિટિવિટી રેટ (Corona Positivity Rate)ને લઈને માઠા સમાચાર સામે આવ્યા છે. આ અંગે બી.જે. મેડિકલ કોલેજના ડીન (BJ Medical collage)એ મોટો દાવો કર્યો છે.
દર 100 માંથી 20 લોકો પોઝિટિવ આવતા હોવાનો દાવો બી.જે. મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડિન ડો.પ્રણવ શાહ (Dr. Pranav Shah)એ કર્યો છે. વાયરસના જિન્સમાં ફેરફાર આવતો હોવાની શક્યતાઓના પગલે વધુ ઝડપથી વાયરસ ફેલાતો હોવાની શક્યતાઓના કારણે સિવિલ હોસ્પિટલ દ્વારા તાજેતરમાં પોઝિટિવ આવેલા દર્દીના સેમ્પલ પુના લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
કોરોનાની સ્થિતિ વકરતી જઇ રહી છે. સિવિલ હોસ્પિટલ(Civil Hospital)માં 1200 બેડની હોસ્પિટલમાં હાલ 400થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. આરક્ષિત 900 પથારી ઝડપથી ભરાઈ જવાની સ્થિતિ છે. અલબત્ત ડિસ્ચાર્જ થયેલા દર્દીઓમાં મોટો ઉછાળ આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી 6 દર્દીઓ વેંટીલેટર ઉપર સારવાર હેઠળ છે. છેલ્લા એક સપ્તાહમાં સિવિલ હોસ્પિટલમાં કુલ 109 દર્દીઓ દાખલ થયા છે, જેમાંથી અનેક દર્દીઓને ગંભીર લક્ષણ હોવાના કારણે ICUમાં સારવાર આપવામાં આવી રહી છે.
રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં રેકોર્ડબ્રેક કોરોના વાયરસ (Coronavirus)ના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 2270 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મૃત્યુ થયાં હતા. આજે રાજ્યમાં 1605 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,84,846 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 11 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 11528 પર પહોંચ્યા છે. જેમાંથી 152 લોકો વેન્ટિલેટર પર અને 11376 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.68 ટકા પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 2, સુરત કોર્પોરેશન(SMC)માં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરત 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 8 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4492 લોકોના કોરોનાથી મોત થયા છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1605 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,84,846 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 11528 છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
સુરત કોર્પોરેશનમાં 611, અમદાવાદ કોર્પોરેશનમાં 607, વડોદરા કોર્પોરેશનમાં 202 , સુરત 164, રાજકોટ કોર્પોરેશનમાં 159, રાજકોટ 38, વડોદરા 30, ભાવનગર કોર્પોરેશન-28, મહેસાણા 26, અમરેલી 24, જામનગર કોર્પોરેશન 24, કચ્છ 23, પાટણ 23, દાહોદ 22, ગાંધીનગર કોર્પોરેશન 22, ખેડા 22, ગાંધીનગર 19, પંચમહાલ 19, આણંદ 17, નર્મદા 17, ભરૂચ 16, જામનગર 15, વલસાડ 13, મોરબી 12, નવસારી 12, મહીસાગર 11, સાબરકાંઠા 11, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં 10-10 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 45,66,141 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,29,222 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 1,36,737 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,26,396 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.