Ahmedabad: ફાયરિંગ સ્ટન્ટ યુવાનને ભારે પડ્યો, સ્ટન્ટ દરમિયાન રિવૉલ્વરમાંથી ગોળી વાગતા યુવાનનું મોત
અમદાવાદમાં એક સનસનીખેજ ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં એક યુવકનુ મોત થયાના સમાચાર છે, હાલમાં એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી છે
Ahmedabad Firing News: અમદાવાદમાં એક સનસનીખેજ ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં એક યુવકનુ મોત થયાના સમાચાર છે, હાલમાં એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે, ખરેખરમાં ઘટનાની વિગતો એવી છે કે, ગઇ રાત્રે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આ ફાયરિંગની ઘટના ઘટી છે. વેજલપુર વિસ્તારમાં રિવૉલ્વર વડે બે યુવાનો ફાયરિંગ સ્ટન્ટ કરી રહ્યાં હતા, જે દરમિયાન એક યુવાન જ્યારે રિવૉલ્વરથી સ્ટન્ટ કરી રહ્યો તે સમયે ગોળી છૂટી જતાં તેનુ મોત થયુ હતુ, મૃતક યુવાનનું નામ 36 વર્ષીય દિગ્વિજયસિંહ ઉર્ફે ભોલો રાજપૂત હતુ. ફાયરિંગથી દિગ્વિજયસિંહ રાજપૂતના મોતના સમાચાર મળતા જ FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
સુરતમાં જમીન માફિયાઓનો ત્રાસ વધ્યો, પિતા અને બે પુત્રોએ પોતાના જ ભાગીદાર સાથે કરી 4 કરોડની ઠગાઇ
સુરતમાં જમીન કૌભાંડ મામલે ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ છે. સુરતમાં એક પિતા અને બે પુત્રએ મળીને પોતાના જ ભાગીદાર સાથે 4 કરોડની ઠગાઇ કરી છે, આ ત્રિપુટીએ મળીને જમીનના દસ્તાવેજોમાં ચેડા કર્યા અને ખોટી રીતે જમીન પચાવી પાડી હોવાનું સામે આવ્યુ છે. હાલમાં પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.
સુરતમાં હાલમાં ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકે લખાણી પિતા-પુત્ર ત્રિપુટી વિરુદ્ધ છેતરપિંડી અને ઠગાઇની ફરિયાદ નોંધાઇ છે, ખરેખરમાં ઘટનાની વિગતો એવી છે કે, સુરતના કતારગામમાં આ પિતા અને બે પુત્રોએ પોતાના જ ભાગીદાર સાથે 4 કરોડ રૂપિયાની ઠગાઈ કરી છે. આ લખાણી પિતા-પુત્રએ જમીનમાં ભાગીદાર સાથે કરોડોની છેતરપિંડી કરી છે. આ લોકોએ જમીન પચાવવા ઠરાવ સાથે ચેડાં કર્યા અને એન્ટ્રીના નામે પણ ખોટા ખેલ કર્યા હતા. ખરેખરમાં, પ્લીન્થ લેવલનું કામ થયા છતાં ખુલ્લી જમીન દર્શાવાઇ દેવામાં આવી હતી. આ કેસમાં વિરેન્દ્ર લાભુભાઈ લખાણી તથા તેમનાં બે પુત્રો મેહુલ અને વિરેન્દ્ર વિરુદ્ધ ફરિયાદ ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ઇપીકો કલમ ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ (બી) તથા ૩૪ અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ સંદર્ભેની તપાસ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાનાં દ્વારા હાથ ધરવામાં આવી છે.