Ahmedabad: 'હું તારી સાથે લગ્ન કરીશ' કહીને બેન્ક કર્મચારી મહિલાને હૉટલમાં લઇ ગયો, દુષ્કર્મ આચર્યુ ને પછી.....
અમદાવાદમાં બેન્કમાં નોકરી કરતી એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં સહકર્મી સામે દુષ્ક્રમની ફરિયાદ નોંધાવી છે
Ahmedabad Crime: અમદાવાદમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, હવે અમદાવાદમાંથી વધુ એક મહિલાએ પોતાની સાથે દુષ્કર્મ થયાની ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પીડિત મહિલા બેન્કમાં નોકરી કરતી હતી અને બેન્કમાં જ એક સહકર્મીએ તેની સાથે દુષ્કર્મ આચર્યુ છે.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં બેન્કમાં નોકરી કરતી એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં સહકર્મી સામે દુષ્ક્રમની ફરિયાદ નોંધાવી છે, ફરિયાદ અનુસાર, મહિલાને પોતાના સહકર્મી જે બેન્કમાં કર્મચારી છે, અને તેનું નામ વિક્રાંત ગોહિલ છે. વિક્રાંત ગોહિલે પરણિત હોવા છતાં મહિલાને પોતે અપરિણિત હોવાનું કહીને સંબંધો બાંધ્યા હતાં, મહિલા સાથે અનેકવાર દુષ્કર્મ પણ આચર્યુ હતુ. મહિલાના જણાવ્યા અનુસાર, આરોપી વિક્રાંત ગોહિલે તેને લગ્નની લાલચ આપી હતી અને બાદમાં તેને શ્યામલ પાસેની એક હૉટલમાં લઇ ગયો હતો અને ત્યાં બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતુ. મહિલાની ફરિયાદ બાદ પોલીસે આરોપી વિક્રાંત ગોહિલની ધરપકડ કરી લીધી છે.
સગા બાપે દીકરી સાથે દુષ્કર્મ આચરવાનો કર્યો પ્રયાસ
રાજ્યમાં દિવસે દિવસે દુ્ષ્કર્મના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. હવે અમદાવાદમાંથી વધુ એક ચોંકાવનારો દુષ્કર્મના પ્રયાસનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વટવા વિસ્તારમાંથી સામે આવેલી ઘટનામાં બાપે જ પોતાની સગી દીકરી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો છે. વટવામાં 11 વર્ષની દીકરી સાથે પોતાના સગા બાપે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો અને આ પછી મામલો વધુ ઉગ્ર બનતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે વટવા પોલીસે છોકરીની શારીરિક છેડતી અને પૉક્સો કાયદા અંતર્ગત દીકરીના બાપ વિરુદ્ધ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે. પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.
12 વર્ષની સગીરા પર દુ્ષ્કર્મ
મોરબીના હળવદમાંથી એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. એક નરાધમે સગીરા સાથે ખેતરમાં દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. માહિતી છે કે, મોરબી હળવદમાં ૧૨ વર્ષ ૫ માસની એક સગીરા સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું છે. રતનાભાઈ ભીમાભાઇ ભરવાડ નામના નરાધમે દુષ્કર્મ સગીરાના એકલતાનો લાભ લીધો, પહેલા આરોપી સગીરાને તેની વાડીની બાજુની ઓરડીમાં ગયો હતો, બાદમાં ત્યાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. આ બનાવ બાદ પોલીસે આરોપી સામે હળવદ પોલીસે દુષ્કર્મ અને એસ્ટ્રૉસિટી કલમ અંતર્ગત ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.