![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad : FB ફ્રેન્ડે અશ્લીલ કોમેન્ટ સાથે યુવતીની તસવીરો સોશિયલ મીડિયા પર કરી દીધી પોસ્ટ, કારણ જાણીને ચોંકી જશો
છેલ્લા એક વર્ષથી ગોઝારીયામાં ખેતી કરતાં અને દસ વર્ષ અમેરિકા રહીને આવેલા પંકજ ઉર્ફે વિપુલ પટેલને સોશિયલ મીડિયા ફેસબૂક પર ભોગ બનનાર પરણીતા સાથે સંપર્ક થયો હતો. પંકજ પરણીતાને મળવાની જીદ કરતો હતો.
![Ahmedabad : FB ફ્રેન્ડે અશ્લીલ કોમેન્ટ સાથે યુવતીની તસવીરો સોશિયલ મીડિયા પર કરી દીધી પોસ્ટ, કારણ જાણીને ચોંકી જશો Ahmedabad cyber crime arrested one person after woman police complaint Ahmedabad : FB ફ્રેન્ડે અશ્લીલ કોમેન્ટ સાથે યુવતીની તસવીરો સોશિયલ મીડિયા પર કરી દીધી પોસ્ટ, કારણ જાણીને ચોંકી જશો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/13/30139232d66c76224ae5788ebe3998ac_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને બદનામ કરવા અશ્લીલ લખાણ સાથે તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેતાં ચકચાર મચી ગઈ છે. યુવતીના ફોટા ને અશ્લીલ રીતે સોશિયલ મીડિયા અપલોડ કર્યા હતા. સાયબર ક્રાઇમે પંકજ પટેલની ધરપકડ કરી છે. મહેસાણાના ગોઝારીયા ગામેથી આરોપીની ધરપકડ કરી છે. છેલ્લા 10 વર્ષથી આરોપી અમેરિકાના ન્યુજર્સીમાં રહેતો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, છેલ્લા એક વર્ષથી ગોઝારીયામાં ખેતી કરતાં અને દસ વર્ષ અમેરિકા રહીને આવેલા પંકજ ઉર્ફે વિપુલ પટેલને સોશિયલ મીડિયા ફેસબૂક પર ભોગ બનનાર પરણીતા સાથે સંપર્ક થયો હતો. પંકજ પરણીતાને પસંદ કરતો હોવાથી મળવાની જીદ કરતો હતો.
આ પ્રકરણની જાણ પરણીતાની સાસરીમાં થતાં તેના છૂટાછેડા થઈ ગયા હતા. આથી પરણીતાએ પંકજ સાથેના સંબંધ તોડી નાંખ્યા હતા. જોકે, પંકજ પરણીતાને પરાણે સંબંધ રાખવા દબાણ કરી રહ્યો હતો. પરંતુ પરણીતાએ ઇનકાર કરી દેતા તેણે આવી હરકત કરી હતી. આથી પરણિતાએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. યુવતીને 20મી ઓગસ્ટ 2021ના રોજ આ પ્રકારની હરકતોની જાણ થઈ હતી. પોલીસે તપાસ કરતાં મહેસાણાના પંકજ પટેલે આ હરકત કરી હોવાનું સામે આવ્યું હતું. જેની પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)