શોધખોળ કરો

Ahmedabad: ન્યૂડ કોલ કરી છેતરપિંડી કરતી ગેંગ પર અમદાવાદ સાઈબર ક્રાઈમે પાડી રેડ, ભારતમાં પહેલીવાર આખા સર્વરને જ ક્રેશ કરી દેવામાં આવ્યું

અમદાવાદ: સાયબર ક્રાઇમ દ્વારા લોન બાબતે ન્યૂડ કોલ કરી છેતરપિંડી કરી પૈસા પડતા પડાવતા શખ્સો સામે 'સાયબર સ્ટ્રાઈક' કરી છે.

અમદાવાદ: સાયબર ક્રાઇમ દ્વારા લોન બાબતે ન્યૂડ કોલ કરી છેતરપિંડી કરી પૈસા પડતા પડાવતા શખ્સો સામે 'સાયબર સ્ટ્રાઈક' કરી છે. સાયબર ક્રાઇમની ટીમે માત્ર આરોપી જ નહીં પરંતુ સાઇબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાતા આખાય સર્વરને જ ક્રેશ કરી, 50 ટીબી જેટલો વિશાળ ડેટા જપ્ત કર્યો છે. એટલું જ નહીં પરંતુ આ ઓપરેશનમાં સાયબરની ટીમે ચાઇના કનેક્શન પણ ઝડપી પાડ્યું છે. 

અમદાવાદ સાઇબર ક્રાઇમની ટીમે પ્રથમવાર સાઇબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવામાં આવતા સર્વરને ક્રેશ કરી તમામ ડેટા જપ્ત કર્યો છે. આ સર્વરની મદદથી ચાઇનાથી આવતા કોલને ડાઈવર્ટ કરવામાં આવતા. ડાયવર્ટ થયેલા કોલના આધારે ફ્રોડ ગેંગ દ્વારા લોકો પાસે અલગ અલગ પ્રકારે પૈસા પડાવવાનું કામ કરતા. સૌથી મોટી વાત એ છે કે જે સર્વરને ક્રેશ કરવામાં આવ્યું છે, તે સર્વરનું ઓપરેટિંગ ચાઇનાથી કરવામાં આવતું હતું. ચાઇનામાં મૂળ ભારતીય વ્યક્તિ ચાઇનાના બે વ્યક્તિઓ સાથે મળીને આ સર્વર ચલાવતો હતો. દિલ્હીના નોઈડા પાસે સાયબર ક્રાઈમની ટીમે રેડ કરી હતી જેમાં સર્વરની સાથે 2 આરોપીની પણ ધરપકડ કરી છે. મેળામાંથી વિજય કુંભાર કે જે સર્વરનું ધ્યાન રાખતો હતો તેની જ્યારે પૂનામાંથી ગૌરવ સિંહ નામનો આરોપી કે જે ચાઇનાથી આખું સ્કેન્ડલ ચલાવતી ગેંગના આદેશ પ્રમાણે કામ કરતો.

આ કેસમાં સાયબર ક્રાઇમને અલગ અલગ પ્રકારની લોન એપ્લિકેશન દ્વારા પૈસા પડાવી છેતરપિંડીની ફરિયાદો મળી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસના ધ્યાને આવ્યું કે જે કોલ થઈ રહ્યા છે તે દિલ્હીના નોઈડા સ્થિત એક સર્વરમાંથી રાઉનટ કરવામાં આવી રહ્યા હતા. પોલીસને શંકા જોતા ત્યાં રેડ કરી આખું સર્વર જપ્ત કરી ક્રેશ કરી નાખ્યું. ફ્રોડ ગેંગ દ્વારા લોન એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને લાલચ આપવામાં આવતી. એપ્લિકેશન ડાઉનલોડ થયા બાદ જેથી વ્યક્તિના મોબાઈલના ડેટા સાઈબર ફ્રોડ કરતી ગેંગ પાસે પહોંચી જતા. લોકોના ડેટા મેળવ્યા બાદ જે તે ડેટા ધારકના સગા સંબંધીઓ અને પરિસ્થિતિને કોલ કરીને ડરાવવા ધમકાવવામાં આવતા. મોટી વાત એ છે કે આ તમામ ડેટા ચાઈના સુધી પહોંચતો હતો. આ ઉપરાંત જેમની પાસે પૈસાની વસૂલી કરવામાં આવતી તે પણ ક્રિપ્ટો મારફતે ચાઇના પહોંચતા હતા.

દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતમાં પહેલીવાર આ પ્રકારે લોન એપ્લિકેશન દ્વારા ફ્રોડ કરતી ગેંગનું આખા સર્વરને નષ્ટ કરી દેવામાં આવ્યુ હોય. સાયબર ક્રાઇમની ટીમ પાછલા ત્રણ મહિનાથી આની પાછળ મહેનત કરી રહી હતી. સર્વરમાંથી મળેલા ડેટાનું એનાલિસિસ કર્યા બાદ કેટલીક ચોકાવનારી અને મહત્વપૂર્ણ બાબતો સામે આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! HRA ને લઈ સરકારે આપ્યો આ જવાબ,જાણી લો 
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! HRA ને લઈ સરકારે આપ્યો આ જવાબ,જાણી લો 
બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરની કારમી હાર પર કેંદ્રીય મંત્રી ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, જાણો શું બોલ્યા ?
બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરની કારમી હાર પર કેંદ્રીય મંત્રી ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, જાણો શું બોલ્યા ?
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
Advertisement

વિડિઓઝ

BJP MLA Allegation : બાબુરાજ સામે ભાજપના વધુ એક ધારાસભ્યનો બળાપો
Amit Shah Speech In Bhavnagar : અમિત શાહે ભાવનગરમાં કર્યો હુંકાર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી, પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : યુવકો નોકરી શોધે પણ સરકાર તો નિવૃત્ત શોધે
Hun To Bolish : હું તો બોલીશ : કોણે આપ્યો ભ્રષ્ટાચારનો અધિકાર?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! HRA ને લઈ સરકારે આપ્યો આ જવાબ,જાણી લો 
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! HRA ને લઈ સરકારે આપ્યો આ જવાબ,જાણી લો 
બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરની કારમી હાર પર કેંદ્રીય મંત્રી ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, જાણો શું બોલ્યા ?
બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરની કારમી હાર પર કેંદ્રીય મંત્રી ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, જાણો શું બોલ્યા ?
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
તેલંગાણાની આ વિધાનસભામાં ભ્રષ્ટાચારની તમામ હદો પાર, ધૂળ પર ડામર પાથરી બનાવ્યો રોડ, ગામલોકોમાં આક્રોશ 
તેલંગાણાની આ વિધાનસભામાં ભ્રષ્ટાચારની તમામ હદો પાર, ધૂળ પર ડામર પાથરી બનાવ્યો રોડ, ગામલોકોમાં આક્રોશ 
WhatsApp યૂઝર્સ માટે સારા સમાચાર,  હવે એક જ ફોનમાં ચાલશે અનેક એકાઉન્ટ, જાણો ક્યારે આવશે આ ફીચર 
WhatsApp યૂઝર્સ માટે સારા સમાચાર,  હવે એક જ ફોનમાં ચાલશે અનેક એકાઉન્ટ, જાણો ક્યારે આવશે આ ફીચર 
સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત  
સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત  
Embed widget