Ahmedabad : બજેટ સત્રમાં દરિયાપુરના મહિલા કોર્પોરેટર કેમ રડી પડ્યા? થોડીવાર માટે છવાઇ ગઈ ગમગીની
બજેટ સત્રમા દરિયાપુરના મહિલા કોર્પોરેટર રડી પડ્યા હતા. સમીરા શેખ બજેટ સત્રમાં રડી પડ્યા હતા, જેને કારણે થોડીવાર માટે ગમગીની છવાઇ ગઈ હતી. વીએસ હોસ્પિટલમા સારવાર ન મળતા મારી માતાનું નિધન થયું.
અમદાવાદઃ બજેટ સત્રમા દરિયાપુરના મહિલા કોર્પોરેટર રડી પડ્યા હતા. કોર્પોરેટર સમીરા શેખ બજેટ સત્રમાં રડી પડ્યા હતા, જેને કારણે થોડીવાર માટે ગમગીની છવાઇ ગઈ હતી. વીએસ હોસ્પિટલમા સારવાર ન મળતા મારી માતાનું નિધન થયું. સભા સદનમા કોર્પોરેટર રડ્યા. કોર્પોરેટરની હાલાકીના પગલે અન્ય દર્દીઓની સ્થિતિ અને સારવાર ઉપર ઉભા થયા સવાલ. રડી રહેલા સમીરા શેખને કોંગ્રેસના મહિલા કોર્પોરેટરોએ સાંત્વના આપી હતી અને તેમને શાંત કરાવ્યા હતા.
AMCની સામાન્ય સભામાં હોબાળો થયો હતો. વિપક્ષના કાઉન્સિલર કમળા ચાવડા અને રાજશ્રી કેસારીએ કર્યો હોબાળો. બ્લેકલિસ્ટ કંપની અંગે બંને કાઉન્સિલરોએ માહિતી માગતા હોબાળો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સ્પીચ બાદ માહિતી આપવા મેયર ખાતરી આપી. બંને કાઉન્સિલરે હાલ જ માહિતી આપવાનો આગ્રહ રાખતા થયો હોબાળો.
કોંગ્રેસની કાળીવિધિ કરવાનો મુદ્દો સામાન્યસભામાં ગાજ્યો . વિપક્ષના નેતા બોલવા ઊભા થતા સત્તા પક્ષના સભ્યોએ વિધિ કરવો તેમ કહ્યું. અધિકારીઓ ઉપર કાળીવિધિ કરાવવાની વિપક્ષીનેતાએ સલાહ આપી. અધિકારીઓ ઉપર કાળીવિધિ કરવો તો ભ્રસ્ટ્રાચાર બંધ થશે.