શોધખોળ કરો
Advertisement
UKમાં હાહાકાર મચાવનાર કોરોનાના નવા સ્વરૂપ મુદ્દે અમદાવાદના તબીબોએ શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત
યુ.કે.માં કોરોનાની બીજી લહેર પણ શરૂ થઈ હોવાનો તબીબોનો દાવો છે. કોવિડ-19 ના બદલાયેલા સ્વરૂપની ગતિ તબીબોના મતે ચિંતાજનક છે.
અમદાવાદઃ બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન સામે આવતા ભારત સરકાર એલર્ટ થઈ ગઈ છે અને ભારતે 31 ડિસેમ્બર સુધી બ્રિટનથી આવતી તમામ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ 22 ડિસેમ્બર રાત્રે 11.59 વાગ્યાથી 31 ડિસેમ્બર રાત્રે 11.59 વાગ્યા સુધી અમલમાં રહેશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી આ અંગે સોમવારે જાણકારી આપવામાં આવી હતી.
લંડનમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ અંગે અમદાવાદના તબીબોએ મોટું નિવેદન આપ્યું છે. લંડનમાં સામે આવેલા વાયરસનો પ્રકાર માત્ર નવો છે. કોરોનાના અલગ અલગ 20 પ્રકાર છે, જેમાંનો એક પ્રકાર હાલ યુ.કે.માં સામે આવ્યો છે. યુ.કે.માં કોરોનાની બીજી લહેર પણ શરૂ થઈ હોવાનો તબીબોનો દાવો છે. કોવિડ-19 ના બદલાયેલા સ્વરૂપની ગતિ તબીબોના મતે ચિંતાજનક છે.
70 ગણી ગતિએ બદલાયેલો વાયરસ ફેલાતો હોવાનો તબીબોનો મત છે. હાલ વૈજ્ઞાનિકો યુ.કે.માં સામે આવેલા વાયરસ નું સંશોધન કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement