Ahmedabad: અમદાવાદના કાલુપુરના રેવડી બજારમાં આગ, સળગતુ રોકેટ પડતા ચાર દુકાનો આગની ઝપેટમાં
Ahmedabad: આગની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગ્રેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. છ ફાયર ફાયટરની મદદથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ કરાયા હતા
Ahmedabad: અમદાવાદના કાલુપુરની રેવડી બજારમાં આગ લાગી હતી. સળગતું રોકેટ પડતા એક બાદ એક એમ ચાર દુકાનમાં આગ લાગી હતી. આગની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગ્રેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. છ ફાયર ફાયટરની મદદથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ કરાયા હતા. દોઢ કલાકની જહેમત બાદ મહદઅંશે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
#WATCH | Gujarat: Fire broke out near Kalupur Railway Station's Sweet Street, in Ahmedabad. Several fire tenders have reached the spot. Further details awaited. pic.twitter.com/wL7pTtQdbz
— ANI (@ANI) November 13, 2023
બીજી તરફ રાજકોટના મવડી વિસ્તારમાં પણ આગની ઘટના બની હતી. બાપા સીતારામ ચોકમાં ગેરેજમાં વિકરાળ આગ લાગી હતી. ગેરેજમાં આગ લાગતા 4 કાર અને એક બાઈક બળીને ખાખ થઇ ગયા હતા.ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
કચ્છના માંડવીના ગઢશીશામાં ગૌશાળમાં આગ લાગી હતી. ગૌશાળામાં રહેલા ઘાસચારામાં ભીષણ આગ લાગી હતી. ફટાકડાના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ છે. ગ્રામજનો અને ફાયરબ્રિગેડે પાણી છાંટીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
ખેડાના કપડવંજમાં આતરસુંબા ગામમાં મકાનમાં આગ લાગી હતી. ગેસ સિલિન્ડરની પાઈપ લીકેજ થતા આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નહોતી.
કપડવંજ તાલુકાના આતરસુંબા ગામમાં બે માળના મકાનમાં ગેસ સિલિન્ડરની પાઈપ લીકેજના કારણે આગ લાગી હતી. આગ લાગવાને કારણે આખું મકાન બળીને ખાખ થઇ ગયું હતું. જોકે ઘરમાં રહેતા પરિવારજનોનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા આતરસુંબા પોલીસ મથકના જવાનો તેમજ કપડવંજ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કપડવંજ ફાયર બ્રિગેડની બે ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો.
મકાનમાં લાગેલી આગ બાજુના મકાનમાં પ્રસરે તે પહેલા ફાયર ફાઈટરે આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.