શોધખોળ કરો

ગરમીને લઈને અમદાવાદમાં રેડ એલર્ટ: AMCએ લોકોની સુવિધા માટે ગાઈડલાઈન બહાર પાડી

તમામ ગાર્ડન રાત્રિના 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની સૂચના આપી દેવામાં આવી છે. તમામ અર્બન હેલ્થ સેન્ટર, એએમટીએસ, બીઆરટીએસ બસ સ્ટોપ પર ઓઆરએસનાં પેકેજ તેમજ પીવાના પાણીની વ્યવસ્થા વ્યવસ્થા કરવામાંઆવી છે.

Red Alert Ahmedabad Heat: અમદાવાદમાં આજથી પાંચ દિવસ ગરમીને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદનું મહત્તમતાપમાન 45 ડિગ્રી સેલ્સિયલ સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે. રેડ એલર્ટને પગલે અમદાવાદ મહાનગર પાલિકાએ પાંચ દિવસ સુધી તમામ કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર બપોરે બારથી ચાર વાગ્યા સુધી કામ બંધ રાખવાની તાકીદ કરી છે.

દરેક વોર્ડમાં આવેલા સ્લમ વિસ્તાર, કડિયાનાકા તેમજ ભીડભાડવાળી જગ્યાઓ પર લોકોને ગરમીને લઈને જાગૃત કરવા માટે જાહેરાતો પણ કરવામાં આવી રહી છે. તમામ અર્બન હેલ્થ સેન્ટર સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લા રાખવા સૂચના આપી દેવામાં આવી છે. મહાનગર પાલિકામાં બપોરની પાળીમાં ફરજ બજાવતા સફાઈ કામદારોની કામગીરીનો સમય બપોરનાં ત્રણ વાગ્યાને બદલે સાંજે સાડા ચાર વાગ્યાનો કરી દેવામાં આવ્યો છે.

તમામ ગાર્ડન રાત્રિના 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની સૂચના આપી દેવામાં આવી છે. તમામ અર્બન હેલ્થ સેન્ટર, એએમટીએસ, બીઆરટીએસ બસ સ્ટોપ પર ઓઆરએસનાં પેકેજ તેમજ પીવાના પાણીની વ્યવસ્થા વ્યવસ્થા કરવામાંઆવી છે.

શહેર ટ્રાફિક પોલીસને પણ ઓઆરએસના પેકેટ આપવામાં આવ્યા છે. ત્રણ લાખથી વધુ લોકોને વોટ્સએપથી મહાનગર પાલિકા તરફથી એલર્ટના મેસેજ પણ મોકલી લેવામાં આવ્યા છે.

રેડ એલર્ટ દરમિયાન બપોરે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. તો બીજી તરફ મે મહિનાની શરૂઆતથી 19 મે સુધીમાં અમદાવાદ શહેરમાં ગરમી સંબંધિત બિમારીના પાંચ હજાર જેટલા કેસ નોંધાયા છે.

19 મે સુધીમાં શહેરમાંથી ગરમી સંબંધિત બિમારીના 108માં કુલ ચાર હજાર 710 તેમજ મહાનગર પાલિકા સંચાલિત હોસ્પિટલમાં 227 દર્દીને સારવાર આપવામાં આવી. બપોરે એક વાગ્યાથી ચાર કલાક સુધી જે તેવોર્ડ વિસ્તારમિાં પાણીની પરબ ચાલુ રહે તે માટેની જવાબદારી વોર્ડ કક્ષાએ ફરજ બજાવતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવી છે.

18 મે બાદથી ગુજરાત જાણે ભઠ્ઠીમાં શેકાઇ રહ્યું  છે. કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન વિભાગે હજુ પણ પાંચ દિવસ હિટવેવ ( Heat wave)ની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ અમદાવાદમાં ગરમીનો પારો 43ને પાર જવાની શક્યતાને લઇને હવામાન વિભાગે (Meteorological Department)અમદાવાદમાં 5 દિવસનું ગરમીને લઇએ રેડ એલર્ટ ( red alert)આપ્યું છે.                                    

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident CCTV : ભાવનગરમાં અકસ્માત બાદ ચાલક વગર જ બાઇક 90 ફૂટ સુધી દોડ્યુંManmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ થયા પંચમહાભૂતમાં વિલિનBanaskantha Accident : ધાનેરામાં પરીક્ષા આપીને પરત ફરી રહેલા કોલેજિયન યુવકનું પીકઅપની અડફેટે મોતGujarat Cold Wave : ગુજરાતમાં રવિવારથી કાતિલ ઠંડીની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
General Knowledge: શીખ ધર્મમાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર, તેમના રિવાજો હિંદુઓથી કેટલા છે અલગ?

નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ 

IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો

Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ

Embed widget