શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ યુવતીએ વેપારીને 'મજા' કરવા બોલાલ્યો, બંને કારમાં બેસીને........, પછી શું થયું?
અમદાવાદમાં વેપારીને શિવી નામની યુવતીએ ૧૨ જૂને હેલો હેલી લખીને મેસેજ કર્યો હતો અને ફ્રેન્ડશીપ કરવાની વાત કરી હતી.
અમદાવાદઃ શહેરના સોલા વિસ્તારમાં વેપારીને યુવતી સાથે મિત્રતા ભારે પડી છે. મજા કરવાના ઇરાદે યુવતીએ વેપારીને મળવા બોલાવી હની ટ્રેપમાં ફસાવ્યો હતો અને વેપારીને લૂંટી લીધો હતો. મળતી વિગતો પ્રમાણે યુવતીએ વેપારી સાથે મિત્રતા કરી તેને ઝાયડસ પાસે મળવા બોલાવ્યો હતો અને બંને કારમાં બેઠા હતા, ત્યારે જ યુવતીના સાગરીતો આવી પહોંચ્યા હતા અને વેપારીનું અપહરણ કરી એક લાખ રૂપિયા રોકડા અને અઢી તોલાનો ચેન પડાવી લીધો હતો. જોકે, ફરીથી આ શખ્સો દ્વારા પૈસાની ઉઘરાણી કરતાં વેપારીએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે. આ ઘટનામાં સોલા પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી છે. આરોપી યુવતી શિવીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, અમદાવાદમાં વેપારીને શિવી નામની યુવતીએ ૧૨ જૂને હેલો હેલી લખીને મેસેજ કર્યો હતો અને ફ્રેન્ડશીપ કરવાની વાત કરી હતી. હેલી નામનું કોઈ નથી તેવું કહીને વેપારીએ ના પાડતા યુવતીએ દબાણ કર્યું હતું. છેવટે મિત્રતા થઈ જતા 16 જૂને બંને જણા ઝાયડસ પાસે મળવા ભેગા થયા હતા. ઝાયડ્સ ચાર રસ્તા પર યુવતીના અન્ય સાગરીતો પણ પહોંચ્યા હતા. આ પછી યુવતી ફરાર થઈ હતી, જ્યારે તેના સાગરિતોએ યુવકને અડાલજ પાસે અવાવરી જગ્યાએ લઈ જઈને તેને માર માર્યો હતો અને 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
છેવટે 5 લાખ નક્કી કર્યા હતા. વેપારીએ 1 લાખ રૂપિયા એટીએમમાંથી ઉપાડ્યા હતા અને અઢી તોલાનો ચેન આ પાંચેયને આપી દીધો હતો. આ 5 ઈસમ અને હનીટ્રેપ કરનાર યુવતી શિવીએ ફરીવાર વેપારીને બ્લેકમેઇલ કરતા તેણે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે સોલા પોલીસે મેહુલ દેસાઈ ઉર્ફે ટાઇગર, આકાશ દેસાઈ ઉર્ફે વિહાભાઈ, વરુણ દેસાઈ ઉર્ફે બબો, જયેશ દેસાઈ, શુભમ દેસાઈ નામના 5 ઈસમો ની ધરપકડ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement