શોધખોળ કરો

Ahmedabad : 4 લાખ માટે રોજનું 4000 વ્યાજ ચૂકવતા યુવકે અંતે પત્નિ સાથે કર્યો આપઘાત, મોટા ભાઈને મેસેજ કરીને શું લખ્યું ?

ચાંદલોડિયાની ભવાનપુરા સોસાયટીમાં રહેતા 33 વર્ષના હિતેષ પંચાલ અને તેમની પત્ની એકતાએ 24 ડીસેમ્બરે કેનાલમાં પડીને આપઘાત કરી લીધો હતો.

અમદાવાદ : ચાંદલોડિયાના યુવાન દંપતિએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાની આઘાતજનક ઘટના બની છે. ચાંદલોડિયાની ભવાનપુરા સોસાયટીમાં રહેતા 33 વર્ષના હિતેષ પંચાલ અને તેમની પત્ની એકતાએ 24 ડીસેમ્બરે કેનાલમાં પડીને આપઘાત કરી લીધો હતો.

આપઘાત પહેલાં હિતેષ પંચાલે પોતાના  મોટા ભાઈને વ્યાજખોરોનો ત્રાસ હોવાના મેસેજ કર્યા હતા. વોટ્સ-એપ મેસેજીસના આધારે સોલા પોલીસે સિંધુ ભવન રોડના જગદિશ દેસાઈ, જલા દેસાઈ અને વ્યાસવાડી વિસ્તારના જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુ વાઘેલા નામના વ્યાજખોરો સામે ગુનો નોંધી તપાસ કાર્યવાહી શરૂ કરી છે.

આ ઘટનાની વિગત એવી છે કે, છૂટક સુથારી કામ કરતા રમેશભાઈનો નાનો પુત્ર હિતેષ મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો હતો.  પુત્રવધુ એકતા ઘરકામ કરતી હતી. 24 ડીસેમ્બરે મોટા પુત્ર અલ્પેશભાઈના મોબાઈલ ફોન પર નાના ભાઈ હિતેષે મેસેજ કર્યો હતો કે, અમે સુસાઈડ કરીએ છીએ. અમારી મરજીથી કરીએ છીએ. વ્યાજ ભરી ભરીને થાકી ગયો છું. મારા ઘરવાળા કંઈ જાણતા નથી અને અમારા ગયા પછી કોઈ મારા ઘરવાળાને હેરાન ન કરે તેનું ધ્યાન રાખજો. મેં લોકોને મૂડી કરતાં વ્યાજ વધારે આપ્યું છે. હવે મારાથી વ્યાજ ચૂકવણી કરવાની તાકાત નથ તો મને ન્યાય અપાવજો. વ્યાજવાળા બીજા જોડે એવું ન કરે એનું ધ્યાન રાખજો. બાય બાય, ગુડબાય.

હિતેશે આ લખાણ સાથે લોકેશન મોકલ્યું હતું. અલ્પેશભાઈએ પિતાને જાણ કરતાં રમેશભાઈએ ઘરે આવીને પત્નીને હિતેષ અને તેની પત્ની ક્યાં છે  તેમ પૂછ્યું હતું. નાનો દિકરો અને તેની પત્ની એકતા સાંજે પાંચેક વાગ્યે એકતાના પિતા સરખેજમાં બિમાર છે તેમની ખબર કાઢવા જઈ રહ્યા હોવાનું કહીને નિકળ્યા હતા.

બાઈક ઉપર નીકળેલા હિતેષ અને એકતા વેવાઈના ઘરે મળ્યા નહોતા., અલ્પેશે તેના બનેવી વિષ્ણુભાઈ કડી ખાતે રહે છે તેમને લોકેશન મોકલી તપાસ કરવા કહ્યું હતું. તપાસ કરતાં શીયાપુરા કેનાલ પાસે હિતેષની પલ્સર બાઈક મળી આવી હતી. સાથે જ એકતાનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો પણ , હિતેષ અને એકતાનો પતો નહોતો.

બે દિવસ પછી તા. 26ના બપોરે નાની કુમાદ કેનાલમાંથી હિતેષનો મૃતદેહ મળી આવ્યો હતો. એકતાનો મૃતદેહ. 29 ડીસેમ્બરે બપોરે સુરેન્દ્રનગરના લખતર પાસેના લીલાપુર ગામ નજીક ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસેથી મળી આવ્યો હતો. હિતેષને દંધામાં નુકસાન ગયું હોવાથી બે વર્ષ પહેલા સિંધુભવન રોડ ઉપર આવેલી જગદિશભાઈની ઓફિસેથી 4 લાખ વ્યાજે લીધા હતા. 12 ટકા લેખે  વ્યાજપેટે 50000 કાપીને પૈસા આપ્યા પછી હિતેષ દરરોજના 4000 રૂપિયા વ્યાજ ચૂકવતો હતો. દોઢ લાખ રૂપિયા પરત ચૂકવ્યા પછી પણ પૈસા અને વ્યાજની અવારનવાર માગણી કરવામાં આવતી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
New Year 2025: જાન્યુઆરી 2025થી આ તારીખે જન્મેલા લોકોનો સુવર્ણ યુગ શરૂ થશે
New Year 2025: જાન્યુઆરી 2025થી આ તારીખે જન્મેલા લોકોનો સુવર્ણ યુગ શરૂ થશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Actor Allu Arjun Arrested : અલ્લુ અર્જુનને કોર્ટે ફટકારી 14 દિવસની જેલ , જુઓ અહેવાલBanaskantha : મહાઠગ નિરંજન શ્રીમાળી સામે નોંધાઈ ફરિયાદ, એબીપી અસ્મિતાના અહેવાલની અસરAllu Arjun Arrest| બોક્સ ઓફિસ પર ધુમ મચાવનાર પુષ્પા ફેમ અલ્લુ અર્જુનની કરાઈ ધરપકડ,જાણો શું છે મામલો?Amreli Earthquake: અમરેલીમાં ધ્રુજી ગઈ ધરા, 42 કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
New Year 2025: જાન્યુઆરી 2025થી આ તારીખે જન્મેલા લોકોનો સુવર્ણ યુગ શરૂ થશે
New Year 2025: જાન્યુઆરી 2025થી આ તારીખે જન્મેલા લોકોનો સુવર્ણ યુગ શરૂ થશે
EPFO એ બદલ્યો EPF ક્લેમનો નિયમ, હવે સેટલમેન્ટ પર મળશે વધુ વ્યાજ, જાણો તમામ જાણકારી
EPFO એ બદલ્યો EPF ક્લેમનો નિયમ, હવે સેટલમેન્ટ પર મળશે વધુ વ્યાજ, જાણો તમામ જાણકારી
HDFC બેંકના ગ્રાહકો માટે એલર્ટ! 2 દિવસ સુધી નહીં મળે આ સર્વિસ, ચેક કરો ડિટેલ 
HDFC બેંકના ગ્રાહકો માટે એલર્ટ! 2 દિવસ સુધી નહીં મળે આ સર્વિસ, ચેક કરો ડિટેલ 
Allu Arjun granted interim bail: હાઈકોર્ટે અલ્લુ અર્જુનને વચગાળાના જામીન આપ્યા, આજે જ થઈ હતી ધરપકડ
હાઈકોર્ટે અલ્લુ અર્જુનને વચગાળાના જામીન આપ્યા, આજે જ થઈ હતી ધરપકડ
Actor Allu Arjun:  સૌથી મોટા સમાચાર, સુપરસ્ટાર અલ્લુ અર્જુનને કોર્ટે 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
Actor Allu Arjun: સૌથી મોટા સમાચાર, સુપરસ્ટાર અલ્લુ અર્જુનને કોર્ટે 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
Embed widget