શોધખોળ કરો
Advertisement
અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ કોણ બનશે? જાણો ચૂંટણી પહેલા જ કઈ રીતે પ્રમુખ થઈ ગયા નક્કી?
અમદાવાદ જીલ્લા પંચાયતની પ્રમુખ પદ માટેની સીટ રોટેશન ફોર્મૂલા પ્રમાણે એસટી અનામત અને મહિલા અનામત બનશે. અમદાવાદ જીલ્લા પંચાયતની કુલ 34 સીટ પૈકી એક માત્ર શાહપુર બેઠક એસટી અને મહિલા અનામત બેઠક છે.
ગાંધીનગરઃ અમદાવાદ જીલ્લા પંચાયતની ચૂંટણીને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ જીલ્લા પંચાયતની પ્રમુખ પદ માટેની સીટ રોટેશન ફોર્મૂલા પ્રમાણે એસટી અનામત અને મહિલા અનામત બનશે. અમદાવાદ જીલ્લા પંચાયતની કુલ 34 સીટ પૈકી એક માત્ર શાહપુર બેઠક એસટી અને મહિલા અનામત બેઠક છે.
અમદાવાદ જિલ્લા પંચાયતની શાહપૂર બેઠક જીતનાર મહિલા ઉમેદવાર જ અમદાવાદ જીલ્લા પંચાયતનાં પ્રમુખ બનશે. આ સીટનાં ઉમેદવાર પસંદગીને લઇને ભાજપ ગંભીરતાથી વિચારી રહી હોવાનું પ્રભારી શંકર ચૌધરીએ કબૂલ્યું હતું. આ સીટનાં ઉમેદવાર પસંદગીને લઇને ભાજપ મનોમંથન કરી રહ્યુ છે.
આજે મળેલ સંકલન બેઠકમાં પણ શાહપૂર બેઠકનાં ઉમેદવારને લઇને ગંભીર ચર્ચા થઈ હતી. સ્થાનિક બીજેપી હોદ્દેદારોથી લઇને પ્રદેશ ભાજપ હાઇકમાન્ડ સુધી આ બેઠકને લઇને મનોમથન થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement