Ahmedabad: અમદાવાદમાં માત્ર એક સપ્તાહની અંદર કેટલા ખાડા પડ્યા ? આંકડો જાણીને ચોંકી જશો
Ahmedabad News: જુના અમદાવાદમાં 40 વર્ષ જૂની ડ્રેનેજ લાઈન હોવાના કારણે રોડ બેસી ગયા છે. આગામી બે સપ્તાહમાં શહેરના રોડ મોટરેબલ બનાવી દેવામાં આવશે.
Ahmedabad: અમદાવાદમાં વરસાદની શરૂઆત થયા બાદ માત્ર એક જ સપ્તાહમાં 3600 નાના-મોટા ખાડા પડ્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. AMC રોડ કમિટી ચેરમેન મહાદેવ દેસાઈએ ABP અસ્મિતા સમક્ષ આ કબૂલાત કરી. તેમણે કહ્યું વરસાદ બાદ શહેરમાં 2608 ખાડાના પુરાણ કરવામાં આવ્યા,હાલ 1251 ખાડાના પુરાણ બાકી છે. નવા બનેલા રોડમાં ખાડા ન પડે તે માટે કોન્ટ્રાક્ટરો પાસે ગેરંટી લેવામાં આવી. રોડની કાંકરી પણ ખરશે તો કોન્ટ્રાક્ટરની ડિપોઝીટ જમા લેવામાં આવશે. નવા અમદાવાદમાં પણ વિશાળ કાય ખાડા અને ભુવા પડવાની માહિતી અમને મળી છે. જુના અમદાવાદમાં 40 વર્ષ જૂની ડ્રેનેજ લાઈન હોવાના કારણે રોડ બેસી ગયા છે. આગામી બે સપ્તાહમાં શહેરના રોડ મોટરેબલ બનાવી દેવામાં આવશે.
રાજ્યમાં ભારે વરસાદથી આ વિસ્તારમાં પાક નુકસાનીનો થશે સર્વે
રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી મેઘ તાંડવની સ્થિતિ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખેતી પાકને નુકસાન થયું છે. જેને લઈ કૃષિ વિભાગે નુકસાનીનો સર્વે કરવા આદેશ આપ્યો છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મા વરસાદગ્રસ્ત વિસ્તારોમા પાક નુકશાની થશે સર્વે થશે. દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકને થયેલા નુકશાનીનો પણ સર્વે થશે. આ વિસ્તારોમાં ભારે વરસાદથી ચીકુ, કેરી, મગફળી, કેળ, તેલીબિયાંના પાકને મોટું નુકસાન થયું છે. સર્વે થઈ ગયા બાદ તંત્ર દ્વારા કેટલું પેકેજ જાહેર કરવામાં આવશે તેના પર હવે ખેડૂતોની નજર રહેશે.
આ પણ વાંચોઃ
GST Hike: હવે દહીં, છાશ, ગોળ થશે મોંઘા, જાણો કેટલો લગાવાયો જીએસટી
GPSC Recruitment: જીપીએસસીમાં નીકળી બંપર ભરતી, જાણો કઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ