Ahmedabad Metro : PM મોદી મેટ્રો ફેઝ-1ના રૂટનું કરશે લોકાર્પણ, હવે 40 કિ.મી.ના રૂટ પર દોડશે મેટ્રો
નવરાત્રિ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. ત્યારે મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદ મેટ્રોના ફેઝ-1ના રૂટનું લોકાર્પણ કરાય તેવી શક્યતા છે.
Ahmedabad Metro : નવરાત્રિ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. ત્યારે મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદ મેટ્રોના ફેઝ-1ના રૂટનું લોકાર્પણ કરાય તેવી શક્યતા છે. નરેન્દ્ર મોદી 29 અથવા 30 સપ્ટેમ્બરે અંબાજી મંદિરે દર્શન કરવા આવવાના છે. સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓ શરુ કરી છે. જો કે પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી હજુ કોઈ લીલી ઝંડીની રાહ જોવાઈ રહી છે. આ પ્રવાાસ દરમિયાન તેઓ મેટ્રો રૂટનું લોકાર્પણ કરી શકે છે.
અમદાવાદ મેટ્રો ફેઈઝ 1 ના રૂટનું પીએમ લોકાર્પણ કરશે. અમદાવાદમાં 40 કિલોમીટર રૂટમાં દોડશે મેટ્રો. માર્ચ 2019 માં મેટ્રો ફેઝ 1નો પ્રારંભિક તબક્કો શરૂ થયો હતો. કોટ વિસ્તારમાં મેટ્રો રેલ દોડાવવામાં આવશે. આશ્રમ રોડ ઉપર રેલવેલાઈનની ઉપર 8.5 કિમિ રૂટમાં દોડશે મેટ્રો. ભારતનું પહેલું સ્ટેશન બનશે ગાંધીગ્રામ જ્યાં મેટ્રો અને બ્રોડગેજ સેવા એકસાથે ઉભી થશે.
અન્ડરગ્રાઉન્ડ મેટ્રોરેલવે શાહપુરથી કાલુપુરના છ કિલોમીટરમાં દોડાવવામાં આવશે. ફેઈઝ 1 પૂર્ણ થયા બાદ 5384 કરોડના ખર્ચે ફેઈઝ 2 શરૂ થશે. અમદાવાદ ગાંધીનગર ફેઈઝ 2 ની લંબાઈ 28 કિલોમીટર રહેશે. પ્રથમ તબક્કામાં વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી શરૂ કરાઈ હતી મેટ્રો. અમદાવાદના બીજા તબક્કામાં કાલુપુર,શાહપૂર,આશ્રમ રોડ,કોમર્સ છ રસ્તા આવરી લેવાશે. થલતેજ વિસ્તારને પણ મેટ્રો ફેઈઝ 1 માં આવરી લેવાશે. ચાંદખેડા અને સાબરમતી વિસ્તારનો પણ ફેઈઝ 1 માં સમાવેશ.