(Source: ECI/ABP News/ABP Majha)
AHMEDABAD : નિકોલમાં રખડતા પશુએ મહિલાને અડફેટે લીધી, મહિલાના બંને હાથમાં 7 ફ્રેક્ચર થયા
Ahmedabad News : મહિલાના પતિ મહેન્દ્ર પટેલે AMC ઉપર આક્ષેપ લગાવ્યા અને કહ્યું અનેક સિનિયર સીટીઝન ભયના ઓથાર હેઠળ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે.
Ahmedabad : ગુજરાત હાઈકોર્ટે AMCને ફટકાર લગાવ્યા બાદ એક દિવસમાં AMC એ 72 પશુઓ પકડ્યા પણ તે અગાઉ સાતમના દિવસે મંદિર જઈ રહેલા મહિલાને રખડતા પશુએ અડફેટે લેતા મહિલાને બંને હાથમાં સાત ફેક્ચર થયા છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ભક્તિ એનકલેવનો આ બનાવ છે.
મહેન્દ્ર પટેલના પત્ની મુકતા પટેલ સાતમના દિવસે પૂજા કરવા પહોંચી રહ્યા હતા અને રખડતા પશુએ આવીને તેમને અડફેટે લેતા તેમણે સંતુલન ગુમાવ્યું હતું પરિણામે હાથ જમીન ઉપર પટકાતા હાથમાં ફેક્ચર આવ્યા છે.એક હાથમાં ચાર તો એક હાથમાં ત્રણ ફેક્ચર થયા છે.
મહિલાના પતિ મહેન્દ્ર પટેલે AMC ઉપર આક્ષેપ લગાવ્યા અને કહ્યું અનેક સિનિયર સીટીઝન ભયના ઓથાર હેઠળ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે.કાઉન્સિલરને ફોન કરતા તેમણે પણ ઉદ્ધત જવાબ આપ્યો હોવાના આક્ષેપ ઇજાગ્રસ્ત મહિલાના પતિએ લગાવ્યા.
આખલાએ અડફેટે લેતા 70 વર્ષીય વૃદ્ધા લોહીલુહાણ
સમગ્ર રાજકોટ જિલ્લામાં ઢોરનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે આજે શાપર -વેરાવળમાં ઢોરના ત્રાસનો વધુ એક બનાવ સામે આવ્યો છે. શાપર નજીક આવેલા શાંતિધામ વિસ્તારમાં એક વૃદ્ધાને આખલાએ અડફેટે લીધા હતાં. ઢોરના કારણે ઇજા પામેલા વૃદ્ધા નું નામ જીવીબેન મકવાણા હોવાનું સામે આવ્યું છે.
70 વર્ષીય આ વૃદ્ધા આપવી જણાવતા કહ્યું હતું કે જ્યારે તેઓને આખલાએ અડફેટે લીધા ત્યારે ઊંચા ઉછાળ્યા હતા આ સમયે તેઓને ભારે ડર લાગી ગયો હતો. આ વૃદ્ધાએ પોતાનો જીવ બચાવવા બુમાબુમ પણ કરી હતી આ જીવીબેન મકવાણા નામના વૃદ્ધાને બચાવવા સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા અને તેમણે આ વૃદ્ધા મહિલાને છોડાવ્યા હતા.
જીવીબેનના પુત્ર એ જણાવ્યું હતું કે તેમને અન્ય લોકોએ જ્યારે તેમના માતુશ્રી ઘાયલ હોવાની જાણ કરી ત્યારે તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા ત્યાં જઈને જોયું તો તેમના માતા લોહીલુહાણ હાલતમાં હતા. તેમણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની ફોન કરીને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
વૃદ્ધ મહિલાના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાનું સામે આવ્યું હતું. તેમજ મોઢાના ભાગે પણ ઇજાઓ થઇ હતી. મહિલાના અન્ય સંબંધીઓએ કહ્યું હતું કે શાપર અને વેરાવળમાં પશુઓનો બહુ વધારે ત્રાસ છે. ત્યાં અવારનવાર આવા બનાવો બનતા રહે છે.