શોધખોળ કરો

Ahmedabad News: અમદાવાદના બિલ્ડરો પર ITના દરોડામાં મોટો ખુલાસો, 1700 કરોડની જમીનના દસ્તાવેજો જપ્ત

શહેરના શીપરમ, સેલડિયા, અવિરત ગ્રુપ પર આઇટીએ દરોડા પાડ્યા હતા

અમદાવાદના બિલ્ડરો પરના દરોડામાં મોટી ગેરરીતિનો ખુલાસો થયો હતો. શહેરના શીપરમ, સેલડિયા, અવિરત ગ્રુપ પર આઇટીએ દરોડા પાડ્યા હતા. ઇન્કમ ટેક્સ વિભાગે 1700 કરોડના જમીનના દસ્તાવેજો જપ્ત કર્યા હતા. વિદેશી ફંડનું રોકાણ જમીનોમાં કર્યુ હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો હતો.

નોંધનીય છે કે આવક વેરા વિભાગે અમદાવાદના 40 સ્થળે શીપરમ ગ્રુપ, સેલડિયા ગ્રુપ અને અવિરત ગ્રુપના બિલ્ડરો અને બોકર તેમજ શરાફી પેઢીની ઓફિસ અને રહેઠાણે દરોડા પાડ્યા હતા. બિલ્ડર ગ્રુપના રહેઠાણ, ઓફિસ અને વચેટીયાના ત્યાંથી 1700 કરોડની જમીન ખરીદીના દસ્તાવેજ મળી આવ્યા છે. જેમાં સૌથી મોટુ રોકાણ શીપરમ ગ્રુપના બિલ્ડર ત્રિકમભાઈ પટેલ અને તેમના ભાગીદારોનું હોવાનો પર્દાફાશ થયો છે.

અવિરત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડના બિલ્ડરો કનુભાઈ પટેલ, ક્રેડાઈ-ગાહેડના વાઈસ પ્રેસિડેન્ટ સંદિપ પટેલની ઓફિસ અને રહેઠાણે તપાસ કરી હતી. શીપરમ સ્કાય ગ્રુપના બિલ્ડર ત્રિકમ પટેલ, ધર્મેન્દ્ર પટેલ અને અનિલ પટેલની ઓફિસ તેમજ રહેઠાણ ઉપરાંત અન્ય ભાગીદારોને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ઓગણજમાં મોચાપાયે સ્કીમ બનાવનાર શીપરમ સ્કાય ગ્રુપના બિલ્ડરો ત્રિકમભાઇ પટેલ,ધમેન્દ્ર પટેલ અને અનિલ પટેલને ત્યાં તપાસ કરી હતી.  રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા સેલડિયા ગ્રુપના બિલ્ડરની જજીસ બંગલો ચાર રસ્તા નજીક બોડકદેવ વિસ્તારમાં આવેલી ઓફિસ અને ગ્રુપના બિલ્ડર અરવિદ સેલડિયા, આદિત્ય સેલડિયા,ચિરાગ અને વિપુલભાઇને ત્યાં તપાસ કરીને દસ્તાવેજો જપ્ત કરાયા હતા.

 બીજી તરફ અમદાવાદના વસ્ત્રાપુરમાં PCBએ દરોડા પાડી 11 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી રત્નમણી એપાર્ટમેન્ટમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની પોલીસને માહિતી મળી હતી. ત્યારબાદ પોલીસે દરોડા પાડ્યા હતા અને 11 જુગારીઓને 13 લાખ 87 હજાર રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મોતની હોસ્પિટલઃ છેલ્લા ત્રણ વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલમાં 112 દર્દીઓએ સારવાર દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા
મોતની હોસ્પિટલઃ છેલ્લા ત્રણ વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલમાં 112 દર્દીઓન સારવાર દરમિયાન મોત થયા
દેવેન્દ્ર ફડણવીસ સીએમ બનતાની સાથે જ રાજ ઠાકરેએ મોટી જાહેરાત કરી, 'આગામી 5 વર્ષ માટે મારી પાર્ટી...'

Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી પર અંતિમ નિર્ણય આવી ગયો! BCCIના નિર્ણયથી થશે હોબાળો?

Financial Deadlines: વર્ષના અંત પહેલા આ કામ પતાવી લેજો, નહીં તો ભારે ભરખમ દંડ ચૂકવવો પડશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વર્દી પર દારૂનો દાગ?Hun To Bolish : હું તો બોલીશ : મુન્નાભાઈનો બાપવડોદરા અને જામનગરમાં હોબાળો, પુષ્પા-2ના ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં બબાલSurat News: સુરત મનપાની બેદરકારી નિર્દોષોનો લઈ શકે છે જીવ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોતની હોસ્પિટલઃ છેલ્લા ત્રણ વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલમાં 112 દર્દીઓએ સારવાર દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા
મોતની હોસ્પિટલઃ છેલ્લા ત્રણ વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલમાં 112 દર્દીઓન સારવાર દરમિયાન મોત થયા
દેવેન્દ્ર ફડણવીસ સીએમ બનતાની સાથે જ રાજ ઠાકરેએ મોટી જાહેરાત કરી, 'આગામી 5 વર્ષ માટે મારી પાર્ટી...'
દેવેન્દ્ર ફડણવીસ સીએમ બનતાની સાથે જ રાજ ઠાકરેએ મોટી જાહેરાત કરી, 'આગામી 5 વર્ષ માટે મારી પાર્ટી...'
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી પર અંતિમ નિર્ણય આવી ગયો! BCCIના નિર્ણયથી થશે હોબાળો?
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી પર અંતિમ નિર્ણય આવી ગયો! BCCIના નિર્ણયથી થશે હોબાળો?
Financial Deadlines: વર્ષના અંત પહેલા આ કામ પતાવી લેજો, નહીં તો ભારે ભરખમ દંડ ચૂકવવો પડશે
Financial Deadlines: વર્ષના અંત પહેલા આ કામ પતાવી લેજો, નહીં તો ભારે ભરખમ દંડ ચૂકવવો પડશે
Pushpa 2 BO Collection Day 1: 'પુષ્પા 2' એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 'જવાન'-'કલ્કી'નો રેકોર્ડ તોડ્યો અને હાઈએસ્ટ ઓપનર બની

અસામાજિક તત્વોને હર્ષ સંઘવીની ચેતવણી, કહ્યું - સીધા ન રહ્યા તો વરઘોડા નીકળશે જ....

એકનાથ શિંદેએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ તો લીધા, પણ મહારાષ્ટ્રમાં હજુ પિક્ચર બાકી હૈ...!

Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત CM બન્યા, સાથે આ બે નેતાએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા

Embed widget