શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદીઓને આવતીકાલે મળશે સાબરમતી નદી પર તરતી હૉટલની ભેટ, 150 લોકો એકસાથે કરી શકશે ભોજન, જાણો

2જી જુલાઇએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખુલ્લી મુકવામાં આવનારી ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટે શહેરમાં સાબરમતી નદીમાં પર તરતી દેખાશે. આ શહેરની પ્રથમ તરતી હૉટલ હશે.

Ahmedabad: અમદાવાદીઓને વધુ એક શાનદાર અને ખાસ ભેટ આવતીકાલે મળવાની છે. શહેરમાં આવતીકાલે શહેરની પ્રથમ તરતી એટલે કે ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટ મળવાની છે. માહિતી છે કે, આવતીકાલે એટલે કે 2 જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સાબરમતી નદીની ઉપર ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટને ખુલ્લી મુકવામાં આવશે. જાણો અહીં આ ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટમાં શું શું હશે....

2જી જુલાઇએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખુલ્લી મુકવામાં આવનારી ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટે શહેરમાં સાબરમતી નદીમાં પર તરતી દેખાશે. આ શહેરની પ્રથમ તરતી હૉટલ હશે. કેન્દ્રીય ગૃહમંત્રી એક વર્ચ્યૂઅલી ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટનું ઉદઘાટન કરશે. આ રેસ્ટૉરન્ટને 7 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે, આમાં 150 લોકો ભોજન લઈ શકે એવી ખાસ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ગાંધીબ્રિજથી સરદારબ્રિજ સુધી નદીમાં મુસાફરી કરાવશે. જોકે, ખાસ વાત છે કે આનાથી કૉર્પોરેશનને મોટી કમાણી પણ થશે, કેમ કે ખાનગી એજન્સી સાબરમતી નદીના ઉપયોગ કરવા માટે વાર્ષિક 45 લાખ AMCને ચૂકવશે.

ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદીઓને 73 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી, મુખ્યમંત્રી પણ રહ્યા હાજર

અષાઢી બીજના પાવન અવસરે ગાંધીનગર લોકસભા વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પોતાના લોકસભા વિસ્તારમાં કુલ 73 કરોડના પ્રજાલક્ષી વિકાસકાર્યોની ભેટ ધરી હતી. AMCનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસકાર્યોનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં સિંધુભવન ખાતે ક્રેડાઈ અમદાવાદ સીએસઆર ફાઉન્ડેશન દ્વારા ડેવલપ કરવામાં આવેલા અ. મ્યુ.કો.ગાર્ડન - પીપલ્સ પાર્ક(પીપીપી મોડલ ગાર્ડન)નું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પીપલ્સ પાર્કના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સૌને અષાઢી બીજ અને કચ્છી નવવર્ષની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, વધતાં જતાં શહેરીકરણ સામે પર્યાવરણ અને પ્રકૃતિનો ખ્યાલ રાખીને શહેરીજનો માટે બનાવવામાં આવેલા સુંદર ગાર્ડનના લોકાર્પણ પ્રસંગે ક્રેડાઈ ગાહેડનો ધન્યવાદ વ્યક્ત કરું છું. ક્રેડાઈ ગાહેડ દ્વારા આયોજનપૂર્વક બનાવવામાં આવેલ અને મેન્ટેન થનાર આ પાર્ક આસપાસના વિસ્તારના નાગરિકો માટે આરોગ્ય જાળવણી સાથે વિસામાનું મહત્ત્વનું સ્થાન બની રહેશે. યોગદિવસ અને યોગવિદ્યાના વૈશ્વિક મહત્ત્વ અંગે વાત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવતીકાલે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવાશે ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રમાં યોગ દિવસ મનાવનારા વિશ્વના સૌથી પહેલા વડાપ્રધાન બનશે. ભારતની સંસ્કૃતિ, પરંપરા અને વારસાને વિશ્વ સુધી પહોંચાડવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. યોગ દિવસ એ આમાંનું જ એક કાર્ય છે. આપણા ઋષિમુનિઓ દ્વારા આપવામાં આવેલી આ ઉત્કૃષ્ટ વિદ્યાને જનસામાન્ય સુધી પહોંચાડવા માટે તથા યોગને જન આંદોલન અને જન અભિયાન બનાવવા માટે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ પ્રયત્નો કરવામાં આવ્યા, જેના લીધે 2014થી લઈને આજ દિન સુધી અનેક લોકો યોગ સાથે જોડાયા અને દવા વગરનું નિરોગી જીવન જીવવા તરફ આગળ વધ્યા. આજે વિશ્વના 170 જેટલા દેશોએ યોગ વિદ્યા અપનાવી છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. કેન્દ્ર સરકારના સુશાસનનાં 9 વર્ષ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, 2014માં જ્યારે દેશની જનતાએ સંપૂર્ણ બહુમતી સાથે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે આવકાર્યા હતા ત્યારે દેશમાં અનેકવિધ ક્ષેત્રોમાં પરિવર્તનની જરૂરિયાત હતી. વડાપ્રધાનએ છેલ્લાં નવ વર્ષમાં દેશમાં સુરક્ષા, અર્થતંત્ર, મેન્યુફેક્ચરિંગ, ગરીબ કલ્યાણ, વિદેશ સંબંધો, શિક્ષણ, સ્કીલ ડેવલોપમેન્ટ, R & D, કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત દરેક ક્ષેત્રે દિશાસૂચક નિર્ણયો અને લોકાભિમુખ કાર્યો થકી સૌને સાથે લઈને સર્વસમાવેશક વિકાસ થકી આમૂલ પરિવર્તન આણ્યું છે. આજે દેશના સરહદી ગામો સહિત છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો છે. અનેકવિધ જન કલ્યાણકારી યોજનાઓના સુચારું અમલ થકી આજે જનસામાન્યને રોજિંદા જીવનનિર્વાહ માટેની પાયાની જરૂરિયાતો ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થઈ રહી છે. આજે મારા લોકસભા વિસ્તારના ચાંદલોડિયા વોર્ડમાં ₹66.72 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ તથા થલતેજ અને રાણીપ વોર્ડમાં સુંદર ગાર્ડનનાં કામો પ્રજાજનોને અર્પણ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત, કુલ 5,42,000 જેટલાં વૃક્ષો વાવીને તેમને ટકાવી રાખીને ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળો લોકસભા વિસ્તાર બનાવવામાં આવ્યો છે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કુલ 14,000 કરોડના વિકાસકાર્યો પૂર્ણ કરવા બદલ AMC અને ગુજરાત સરકારનો પણ હું આભાર વ્યક્ત કરું છું, એમ તેમણે ઉમેર્યું હતું.

AMCની કડક કાર્યવાહી, જાહેર રસ્તાંઓ પર ગંદકી ફેલાવતા 7 એકમોને કર્યા સીલ, કયા કયા છે જુઓ લિસ્ટ ?

ચોમાસા પહેલા અમદાવાદ મ્યૂનિસિપલ કૉર્પોરેશને લાલ આંખ કરી છે, શહેરમાં ગંદગી ના ફેલાય તે માટે એક્શન લેવાનું શરૂ કરી દીધુ છે. એએમસીએ અમદાવાદ શહેરમાં જાહેર માર્ગ પર ગંદકી કરતાં સાત એકમોને સીલ મારી દીધા છે. આજે એએમસીએ થલતેજ વિસ્તારમાં વાડીલાલ હેપીનેસ, હટકે વડાપાઉં એકમને સીલ કર્યા છે, આ સાથે જ થલતેજમાં આવેલા તુલસી માર્કેટિંગ અને ખોડિયાર રેસ્ટૉરન્ટને પણ સીલ કરાયા છે. એએમસીએ આ ઉપરાંત ચાંદલોડિયા વિસ્તારના આવેલી ચામુંડા ફ્લૉર ફેકટરી અને ટી સ્ટૉલ નામના એકમ પણ સીલ કરી દીધુ છે. આ તમામ એકમો સામે ગંદકી કરવાની ફરિયાદ છે. AMCએ શહેરમાં આ સિવાય 11 એકમ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો પણ કબજે કર્યો છે. 

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
Embed widget