Ahmedabad Fire: પતિ-પત્ની વચ્ચે થયો ઝઘડો, પતિએ પત્નીનું ગળું કાપી ઘરમાં લગાવી આગ, જાણો વિગત
. ગોદરેજ ગાર્ડન સિટીમાં આગ લાગતાં એકનું મોત થયું છે. ઈડન-V બ્લોકના ચોથા માળે આગ લાગી છે.
Ahmedabad News: અમદાવાદમાં હાઇરાઇઝ બિલ્ડિંગમાં આગની વધુ એક ઘટના બની છે. ગોદરેજ ગાર્ડન સિટીમાં આગ લાગતાં એકનું મોત થયું છે. ઈડન-V બ્લોકના ચોથા માળે આગ લાગી છે. 15 દિવસમાં હાઇરાઇઝ બિલ્ડિંગમાં આગથી મોતની ઘટનાનો આ બીજો બનાવ છે.
ફાયર અધિકારી પાસે થી મળતી માહિતી મુજબ, પતિ પત્ની વચ્ચે પારિવારીક ઝઘડો આગ પછળનું મુખ્ય કારણ છે. ઝઘડામાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ આગ લગાવી હતી. આગમાં પત્નીનું મોત થયાનું સામે આવ્યું છે. મૃતકનું નામ અનિતા બઘેલા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે પતિનું નામ અનિલ બઘેલ છે. દંપત્તિનો પુત્ર ધો. 8 અને પુત્રી ધો. 6માં અભ્યાસ કરે છે.
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં સાતમા માળે 7 જાન્યુઆરીના રોજ આગ લાગી હતી. જોકે, આ આગમાં એક કિશોરી ગંભીર રીતે દાઝી ગઈ હતી. તેનું સારવાર દરમિયના મોત નીપજ્યું હતું. જોકે, પરિવારના ચાર સભ્યો બહાર નીકળી જતાં તેમનો બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. આના થોડા દિવસો પહેલા નારણપુરાની આંખી હોસ્પિટલમાં આગ લાગતા પતિ પત્નીનું મોત નીપજ્યું હતું.
પ્રેમીને પામવા પતિનું કાસળ કાઢનારી પરીણિતાને કોર્ટે ફટકારી આવી સજા
કપડવંજ તાલુકામાં પ્રેમીને પામવા પરીણિતાએ પતિનું કાસળ કાઢી નાંખ્યું હતું. પતિની હત્યાના મામલે કોર્ટે હત્યારી પત્નીને આજીવન કેદ અને અગિયાર હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પરિણિતાને લગ્ન પહેલાં જ આડા સંબંધો હતાં. જેથી લગ્ન બાદ તેને પતિ ગમતો નહતો. સાટામાં લગ્ન કર્યા હોવાથી છુટાછેડા થઈ શકે તેમ નહોતા. જેથી તેણે પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
લગ્ન પહેલાં અન્ય યુવક સાથે આડા સંબંધો હતા
કપડવંજ તાલુકાના સાલોડ ગામના ખેંગારભાઈ મહીજીભાઈ ભરવાડના લગ્ન કમુબેન સાથે સમાજના રીતિ રિવાજ મુજબ સાટામાં થયા હતા. જ્યારે ખેંગારભાઈની બેનના લગ્ન કમુબેનના ભાઈ સાથે થયા હતા. જોકે કમુબેનને લગ્ન પહેલાથી જ રાજદીપ બહાદુર મકવાણા નામના યુવક સાથે આડાસંબંધ હતા. પરંતુ સાટામાં લગ્ન કરેલ હોવાથી છુટાછેડા થઈ શકે તેમ નહોતા. કમુબેન પોતાના પતિ ખેંગારભાઈ સાથે છૂટકારો મેળવવા ઇચ્છતી હતી. જેથી તેણે પતિને પતાવી દેવાનું નક્કી કરી લીધું હતું.