શોધખોળ કરો
Advertisement
અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં આવતીકાલ કઇ સેવાઓ ફરીથી શરૂ થશે, જાણો મહત્વના સમાચાર
નોન કોવિડ દર્દીઓને કોરોનાનું સંક્રમણ ન લાગે તે માટે હોસ્પિટલમાં અલગ ડિઝાઇન તૈયાર કરવામાં આવશે.
અમદાવાદઃ હાલ અમદાવાદ સહિત રાજ્યમાં કોરોના સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે. આ દરમિયાન એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. શહેરમાં કોરોનાના કેસ પર કાબુ કરાતા SVP હોસ્પિટલમાં આવતીકાલથી OPD શરૂ કરવામાં આવશે. હાલ SVP હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલુ હોવાથી OPD બંધ રાખવામાં આવી હતી.
મંગળવારથી એસવીપી હોસ્પિટલમાં ઓપીડી સહિતની તમામ સેવાઓ ફરીથી શરૂ થશે. નોન કોવિડ દર્દીઓને કોરોનાનું સંક્રમણ ન લાગે તે માટે હોસ્પિટલમાં અલગ ડિઝાઇન તૈયાર કરવામાં આવશે. હોસ્પિટલમાં ફરીથી મેડિસિન, ગાયનેક, કાર્ડિયોલોજી, ન્યુરો મેડિસિન સહિતની સેવાઓ પુનઃ શરૂ કરવામાં આવશે.
રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 2 લાખ 35 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ 11940 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,19,125 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,35,299 પર પહોંચી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 90,53,781 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 2,19,125 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. રાજ્યમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 93.13 ટકા છે.
આ શેર્સ 2020માં 200 ટકાથી વધુ આપી ચુક્યા છે વળતર, શું તમારી પાસે છે આમાંથી કોઈ ?
પશ્ચિમ બંગાળમાં ભાજપને મોટો ફટકો, સાંસદ અને યુવા મોર્ચા પ્રદેશ અધ્યક્ષની પત્ની TMCમાં થઈ સામેલ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement