PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત પ્રવાસ થયો રદ્દ, જાણો શું છે કારણ
પીએમ મોદી 17 એપ્રિલે ગુજરાત આવવાના હતા. તેઓ સૌરાષ્ટ્ર - તમિલ સંગમ કાર્યક્રમનો પ્રારંભ કરાવવાના હતા.
PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આગામી ગુજરાત પ્રવાસ રદ્દ થયો છે. પીએમ મોદી 17 એપ્રિલે ગુજરાત આવવાના હતા. તેઓ સૌરાષ્ટ્ર - તમિલ સંગમ કાર્યક્રમનો પ્રારંભ કરાવવાના હતા. ફોરેન ડેલીગેશન સાથે PMની બેઠક હોવાથી પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કર્ણાકટ ચૂંટણીના કારણે પણ પ્રવાસ રદ્દ થયો છે.
તાજેતરમાં પીએમ મોદીએ કચ્છને કર્યુ હતું યાદ
પીએમ મોદીએ કચ્છને યાદ કર્યું હતું. સાંસદ વિનોદ ચાવડાએ કરેલા ટ્વિટ પર પીએમ મોદીએ કચ્છની પ્રશંસા કરી હતી. વિનોદ ચાવડાએ ટ્વિટર પર એક એડ પોસ્ટ કરીને લખ્યું, જ્યારે પણ આ જાહેરાત ટેલિવિઝન પર ચાલે છે, ત્યારે તે ગુજરાતી ભોજનનો સ્વાદ આપે છે અને આપણું મન તરત જ કચ્છના સફેદ રણ તરફ ખેંચાય છે. પરંતુ શું આ અસર ઊભી કરવી આટલી સરળ હતી?
આ ટ્વિટને રિટ્વિટ કરી પીએમ મોદીએ લખ્યું, 2001માં જ્યારે જીવલેણ ભૂકંપ આવ્યો, ત્યારે લોકોએ કચ્છના મૃત્યુપત્રો લખ્યા પરંતુ આ જિલ્લાના લોકો વિશે કંઈક નોંધપાત્ર છે. તેઓ ફરી ઉભા થયા અને જિલ્લાને નવી ઊંચાઈઓ પર લઈ ગયા. આજે કચ્છ પ્રવાસન માટે એક ઉત્તમ સ્થળ છે.
પીએમ મોદીએ કદી બદલાની ભાવનાથી કામ નથી કર્યું : ગુલામ નબી આઝાદ
કોંગ્રેસથી જુદા પડી પોતાનો નવો પક્ષ રચનાર ગુલામ નબી આઝાદે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારોભાર પ્રશંસા કરી છે. 50 વર્ષથી વધુ સમય સુધી કોંગ્રેસી રહેલા ગુલાન નબી આઝાદે તાજેતરમાં કહ્યું કે નરેન્દ્ર મોદીનો વ્યવહાર મહાન રાજનેતા જેવો છે. એએનઆઈને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેઓએ કહ્યું : 'હું મોદીને ક્રેડીટ આપવા માગું છું. મેં તેઓની સાતે જે કેં કર્યું પરંતુ તેવો સદભાવપૂર્વ રહ્યા છે. વિપક્ષના નેતા તરીકે સીએએ, હિજાબ વિવાદ અને આર્ટિકલ 370 જેવા મુદ્દાઓ ઉપર મેં તેઓને ખૂબ ઘેર્યા હતા, પરંતુ પી.એમ. મોદીએ કદીએ બદલાની ભાવનાથી કામ નથી કર્યું. તેઓએ હંમેશાં એક રાજનેતા જેવું જ વર્તન રાખ્યું છે.
કોંગ્રેસના અસંતુષ્ટ જી-23 નેતાઓ ભાજપનું મ્હોરૃં હોવાની વાત તેઓએ અત્યંત બેહૂદી જણાવતા કહ્યું હતું કે જો જી-23 ભાજપના પ્રવક્તા તરીકે કામ કરે તો શું કોંગ્રેસ તેમને સાંસદ બનાવે ? શા માટે તેઓને સાંસદ મહામંત્રી અને અન્ય પદો ઉપર રખાયા છે ? હું એક એવો આદમી છું કે જેણે જુદા પડી પાર્ટી બનાવી છે. અન્ય લોકોનો આજે પણ ઠેરના ઠેર છે. જેઓ તેમ કહે છે, તેઓ દુર્ભાવપૂર્ણ છે. જો કે તેઓ ભાજપની નજીક જઇ રહ્યા છે તેવા આક્ષેપોને તો તેમણે રદીયો આપ્યો હતો. તે સર્વવિદિત છે કે આઝાદે ગત વર્ષે કોંગ્રેસ સાથેનો 50વર્ષ જૂનો સંબંધ તોડી નાખ્યો હતો, અને પોતાની ડેમોક્રેટિક પ્રોગ્રેશીવ આઝાદ પાર્ટી રચી છે.