શોધખોળ કરો
વસ્ત્રાપુરમાં સોસાયટીના પાર્કિંગમાં બેસીને ચાર લોકો શું કરતાં હતાં ? પોલીસે સીસીટીવી જોઈને નોંધી ફરિયાદ
ગુજરાતમાં કોરોનાવાયરસના ચેપના કેસોની સંખ્યા ઝઢપથી વધી રહી છે અને રાજ્યમાં કુલ 122 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાતા વાયરસ વધુ ન ફેલાય તે માટે પોલીસ પણ લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવી રહી છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાવાયરસના ચેપના કેસો સતત વધી રહ્યા છે. ગુજરાતમાં પણ અમદાવાદમાં કેસોમાં જોરદાર વધારો થતાં પોલીસે લોકડાઉનનો કડક અમલ શરૂ કર્યો છે.
પોલીસે ડ્રોનને તો કામે લગાડ્યાં જ છે પણ રોડ તથા સીસીટીવીના ફૂટેજ જોઈને બહાર નિકળેલાં લોકો દેખાય તો ગુનો નોંધવા માંડ્યો છે. આ રીતે પોલીસે વસ્ત્રાપુરના નીલદીપ એપાર્ટમેન્ટના સીસીટીવી જોઈને પોલીસે પાર્કિંગમાં કારમાં બેઠેલાં ચાર લોકોની ધરપકડ કરી છે.
પોલીસે ફૂટેજ જોતાં પાર્કિગમાં ચાર લોકો બેઠા હતા. પોલીસે તપાસ કરતાં આ ચાર લોકો નયન શાહ, યગ્નેશ શાહ, અમિત શાહ અને મહેશ પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. વસ્ત્રાપુર પોલીસે તેમની સામે ગુનો નોંધ્યો છે.
વધુ વાંચો
Advertisement





















