શોધખોળ કરો

Ahmedabad : પોલીસે લમણે ગોળી મારીને કરી લીધો આપઘાત, જાણો ક્યાં બજાવતા હતા ફરજ?

રાઇટર તરીકે ફરજ બજાવતા ઉમેશભાઈએ રિવોલ્વર વડે આપઘાત કર્યો છે. રાઇટર હેડ એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવતા હતા.  

અમદાવાદઃ પાલડી પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીએ લમણે ગોળી મારી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. રાઇટર તરીકે ફરજ બજાવતા ઉમેશભાઈએ રિવોલ્વર વડે આપઘાત કર્યો છે. રાઇટર હેડ એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવતા હતા.  

ઉમેશ ભાટીયાએ જાતે લમણે ગોળી મારી દેતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું નિધન થયું છે.  ૨૦૦૯માં પોલીસમાં ભરતી થયા હતા.૫ વર્ષથી પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. સવારે ઓફિસ આવી અંદરથી રૂમ બંધ કરી લમણે ગોળી મારી દીધી હતી. એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવતા હોવાથી પોલીસ સ્ટેશનના હથિયાર તેમની પાસે રહેતા હતા. 

ઉમેશ ભાટીયાને પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે. જ્યારે તેઓ પરિવાર સાથે સરખેજ ગામમાં વસવાટ કરે છે. પોલીસને મૃતક પાસેથી સૂસાઇડ નોટ પણ મળી આવી છે. આ સૂસાઈડ નોટના આધારે પોલીસ તપાસ કરશે.

Dwarka : યુવકે પત્નીની છરીના ઘા મારીને હત્યા કરી નાંખતા ચકચાર, શું છે કારણ?

દ્વારકાઃ દ્વારકામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગઈ છે. ઓખા મંડળના મીઠાપુર ખાતે રહેતા નીતાબેન પ્રવીણભાઈ કંકોડિયા નામના 34 વર્ષના પરિણિત યુવતીને છરીના ઘા ઝીંકી પતિએ હત્યા કરી નાંખી છે.  અગમ્ય કારણોસર હત્યા નિપજાવવા અંગે મીઠાપુર પોલીસમાં ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ પછી પત્નીની હત્યાનું કારણ જાણવા મળી શકે છે. 

Tharad : મોડી રાત્રે માતા-પુત્રની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા, લોહીલૂહાણ હાલતમાં લાશો મળતા ખળભળાટ

બનાસકાંઠાઃ થરાદના મેઢાળા ગામની રાત્રે ચકચારી ઘટના બની છે. ખેતરમાં રહેતા માતા-પુત્રની તીક્ષ્ણ હથિયારના ઘા મારી ઘાતકી હત્યા કરવામાં આવી છે. માતા-પુત્રની કરપીણ હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ અને મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા. 

જોકે, કોણે હત્યા કરી તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. 13 વર્ષીય પુત્ર અને માતાની હત્યા કરાતાં ગામ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. માતા-પુત્રની હત્યાનું કારણ અકબંધ છે. 

સીતાબેન પટેલ (ઉં.વ.35) અને પરેશ પટેલ (ઉં.વ.13)ની અજાણ્યા શખ્સોએ હથિયારના ઘા મારીને હત્યા કરી નાંખી છે. મૃતક યુવતીને બે દીકરા છે, જેમાંથી નાનો દીકરો તેના મામા સાથે રહે છે. 

Banakantha : પ્રાઇમરી સ્કૂલના પ્રિન્સિપલની યુવતી સાથેની અંગતપળોની તસવીરો થઈ ગઈ વાયરલ ને પછી તો....

પાલનપુરઃ જિલ્લાની એક પ્રાથમિક શાળાના પ્રિન્સિપલની યુવતી સાથેની અશ્લીલ તસવીરો વાયરલ થતાં હોબાળો મચી ગયો છે. તસવીરો વાયરલ થતાં શિક્ષણ વિભાગે પ્રિન્સિપલને સસ્પેન્ડ કરી દીધા છે. જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે અશ્લીલ ફોટો વાયરલ થયેલા આચાર્યને સસ્પેન્ડ કરી દીધા હતા. 

ગઈ કાલે સ્કૂલના આચાર્યની યુવતી સાથેની અશ્લીલ તસવીરો વાયરલ થતાં આ મામલો ટોક ઓ ધ ટાઉન બન્યો હતો. બીજી તરફ આ અશ્લીલ તસવીરોને પગલે શિક્ષણ જગતમાં પણ ખળભળાટ મચી ગયો હતો. શિક્ષણ વિભાગના ધ્યાન આ વાત આવતાં તપાસ કરી આચાર્યને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. 

જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે, સવારથી જ સોશિયલ મીડિયામાં ફોટા મળ્યા એની અમે ખરાઇ તાલુકા શિક્ષણ અધિકારી મારફતે કરાવતા વામી પ્રાથમિક શાળાના આચાર્યના ફોટા હોવાનું સામે આવ્યું હતું.  ફોટા જોતા અમે તપાસની કામગીરી શરૂ કરેલ છે. સાથે જ અમે તાત્કાલિક અસરથી આ શિક્ષકને ફરજ મોકૂફ કરીએ છીએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદToday Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Embed widget