Ahmedabad Rath Yatra Live: 148મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન: રાત્રે 9:30 વાગ્યે ત્રણેય રથ નિજ મંદિર પરત ફર્યા
Ahmedabad Rath Yatra Live: વહેલી સવારથી જ જગન્નાથ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. જય જગન્નાથના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું
LIVE

Background
Ahmedabad Rath Yatra Live: આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રા નીકળશે, જેના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સવારના 4 વાગ્યથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. મંગળા આરતી સાથે આજના રથયાત્રાના દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચી ભગવાનની મંગળા આરતી કરી હતી. આ સાથે મંદિર ખાતે હાજર સાધુ-સંતોના આશીર્વાદ લીધા હતા. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આરતીમાં હાજર રહ્યા હતા. વહેલી સવારથી જ જગન્નાથ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. જય જગન્નાથના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું
148મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન: રાત્રે 9:30 વાગ્યે ત્રણેય રથ નિજ મંદિર પરત ફર્યા
જગન્નાથજી મંદિર, અમદાવાદ દ્વારા આયોજિત 148મી ભવ્ય રથયાત્રા આજે રાત્રિના 9:30 કલાકે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. ભગવાન જગન્નાથ, તેમના બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીના રથ લાંબી નગરચર્યા બાદ સકુશળ નિજ મંદિર પરત ફર્યા હતા. રથોના નિજ મંદિર પરત ફરતાની સાથે જ વાતાવરણ "જય રણછોડ, માખણચોર" ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું, જે ભક્તિ અને શ્રદ્ધાના અદ્ભુત સંગમનો અનુભવ કરાવતો હતો.
ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા
#WATCH | Ahmedabad | Gujarat Home Minister Harsh Sanghvi says, "Lakhs of devotees come for the Darshan during the Rath Yatra on its 16km route... More than 23,800 security personnel are deployed... A few elephants lost control this morning. Within minutes, the forest and police… pic.twitter.com/GL6KDBdnN2
— ANI (@ANI) June 27, 2025





















