શોધખોળ કરો

સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો

Ahmedabad school van fare hike: CNG ગેસ અને સ્પેરપાર્ટ્સ મોંઘા થતા સ્કૂલ વર્ધી એસોસિએશનનો નિર્ણય; રિક્ષાના ભાડામાં ₹100 અને વાનમાં ₹200 નો માસિક વધારો ઝીંકાયો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમદાવાદમાં નવા સત્રથી સ્કૂલ ટ્રાન્સપોર્ટ ભાડામાં વધારો ઝીંકાયો છે.
  • CNG ભાવ અને સ્પેરપાર્ટ્સ ખર્ચ વધતા એસોસિએશને લીધો નિર્ણય.
  • સ્કૂલ વાનના ભાડામાં ₹200, રિક્ષાના ભાડામાં ₹100 વધારો.
  • આ વધારો વાલીઓ પર વધારાનો આર્થિક બોજ ઊભો કરશે.

Ahmedabad school van fare hike: આજથી (8 જૂન) રાજ્યભરમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ચૂકી છે. શાળાના પ્રથમ દિવસે બાળકોમાં એક તરફ અનન્ય ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ વાલીઓ પર મોંઘવારીનો વધુ એક મોટો આર્થિક માર પડ્યો છે. નવા સત્રના પ્રારંભ સાથે જ સ્કૂલ ટ્રાન્સપોર્ટેશનના ભાડામાં મોટો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.

અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને CNG ગેસના સતત વધતા ભાવ અને વાહનોના સ્પેરપાર્ટ્સના ખર્ચને ધ્યાનમાં રાખીને સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં તાત્કાલિક અસરથી ધરખમ વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નવા નિર્ણયના કારણે વાલીઓએ હવે દર મહિને પોતાના ખિસ્સા વધુ હળવા કરવા પડશે.

નવા ભાડા માળખા અંતર્ગત હવેથી સ્કૂલ વાનના માસિક ભાડામાં ₹200 અને સ્કૂલ રિક્ષાના માસિક ભાડામાં ₹100 નો સીધો વધારો ઝીંકવામાં આવ્યો છે. શૈક્ષણિક સત્રના પ્રારંભે જ યુનિફોર્મ, પુસ્તકો, સ્ટેશનરી અને સ્કૂલ ફીનો મોટો ખર્ચ સામટો આવી પડ્યો છે, ત્યાં ટ્રાન્સપોર્ટેશનના આ વધારાથી મધ્યમવર્ગીય પરિવારોના ઘરનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ જશે.

એસોસિએશન દ્વારા આ ભાવ વધારા પાછળ ચોક્કસ કારણો રજૂ કરવામાં આવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, છેલ્લા 2 વર્ષથી સ્કૂલ વર્ધીના ભાડામાં કોઈ જ પ્રકારનો વધારો કરવામાં આવ્યો ન હતો. પરંતુ વર્તમાન સમયમાં વાહન ચલાવવાનો અને તેનો નિભાવ કરવાનો ખર્ચ અગાઉ કરતાં ખૂબ જ વધી ગયો છે.

આ પણ વાંચોઃ ભણતર મોંઘું થયું! સ્કૂલો ખુલતા પહેલાં વાલીઓને મોંઘવારીનો ઝટકો, ગાઈડના ભાવ ૨૫ ટકા વધ્યા

આંકડાકીય વિગતો મુજબ, જૂન 2024 માં CNG ગેસનો ભાવ પ્રતિ કિલો ₹76.09 હતો, જે હવે જૂન 2026 માં વધીને ₹88.02 થઈ ગયો છે. આમ, છેલ્લા બે વર્ષમાં ગેસની કિંમતમાં સીધો ₹12 નો વધારો નોંધાયો છે. આ ઉપરાંત વાહનોના RTO પાસિંગનો ખર્ચ, વીમો (ઇન્શ્યોરન્સ) અને સ્પેરપાર્ટ્સ પણ મોંઘા થતાં આ નિર્ણય લેવો પડ્યો છે.

નવા ભાડા માળખા અનુસાર, સ્કૂલ રિક્ષામાં દર કિલોમીટર દીઠ ₹100 નો માસિક વધારો નક્કી કરાયો છે. હવે 1 કિલોમીટર માટે ₹850, 2 કિલોમીટર માટે ₹950, 3 કિલોમીટર માટે ₹1050, 4 કિલોમીટર માટે ₹1150 અને 5 કિલોમીટરના અંતર માટે વાલીઓએ દર મહિને ₹1250 નું ભાડું ચૂકવવું પડશે.

આ જ પ્રમાણે સ્કૂલ વાનના ભાડામાં દર કિલોમીટર દીઠ ₹200 નો માસિક વધારો લાગુ કરવામાં આવ્યો છે. આ નવા વધારા સાથે હવે વાલીઓએ 1 કિલોમીટરના ₹1400, 2 કિલોમીટરના ₹1600, 3 કિલોમીટરના ₹1800, 4 કિલોમીટરના ₹2000 અને 5 કિલોમીટરના અંતર માટે માસિક ₹2200 ચૂકવવાના રહેશે.

આમ, એક તરફ મોંઘી ફી અને શૈક્ષણિક સાહિત્યના ભારથી પરેશાન વાલીઓ માટે આ ટ્રાન્સપોર્ટેશનનો વધારો 'કરેલા ઘા પર મીઠું છાંટવા' સમાન સાબિત થઈ રહ્યો છે. એસોસિએશને પોતાની મજબૂરી દર્શાવીને આ આર્થિક બોજ અંતે સામાન્ય જનતા અને મધ્યમવર્ગીય પરિવારોના માથે જ નાખ્યો છે.

Frequently Asked Questions

સ્કૂલ ટ્રાન્સપોર્ટેશનના ભાડામાં શા માટે વધારો થયો છે?

CNG ગેસના ભાવમાં વધારો, વાહનોના સ્પેરપાર્ટ્સ અને નિભાવ ખર્ચમાં વૃદ્ધિ, તેમજ RTO પાસિંગ અને વીમા ખર્ચમાં વધારો થવાને કારણે આ નિર્ણય લેવાયો છે.

સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં માસિક કેટલો વધારો થયો છે?

નવા નિર્ણય મુજબ, સ્કૂલ વાનના માસિક ભાડામાં ₹200 અને સ્કૂલ રિક્ષાના માસિક ભાડામાં ₹100 નો સીધો વધારો કરાયો છે.

આ ભાડા વધારો ક્યારથી લાગુ પડશે?

આ ભાડા વધારો આજથી એટલે કે 8 જૂનથી, નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ તાત્કાલિક અસરથી લાગુ પડશે.

છેલ્લા બે વર્ષમાં CNG ગેસના ભાવમાં કેટલો વધારો થયો છે?

છેલ્લા બે વર્ષમાં CNG ગેસનો ભાવ ₹76.09 થી વધીને ₹88.02 થયો છે, આમ સીધો ₹12 નો વધારો નોંધાયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાતમાં જજોની મોટા પાયે બદલી અને બઢતી, 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ જજની બદલી,17 ઓગસ્ટ સુધીમાં સંભાળશે ચાર્જ
ગુજરાતમાં જજોની મોટા પાયે બદલી અને બઢતી, 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ જજની બદલી,17 ઓગસ્ટ સુધીમાં સંભાળશે ચાર્જ
Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
Advertisement

વિડિઓઝ

Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Embed widget