(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad : રીસેપ્શનમાં ઘૂસેલી યુવતીને દુલ્હને તમાચો ઠોકી દીધો, યુવતીએ કહ્યું, હું દુલ્હાની પત્નિ છું.........જાણો પછી શું થયું ?
ગોમતીપુરની યુવતીના જુહાપુરના યુવક સાથે વર્ષ 2014માં મુસ્લિમ શરિયતથી લગ્ન થયા હતા. જોકે, લગ્નના થોડા જ સમય પછી પતિ અને સાસરીવાળાએ દહેજ મુદ્દે ત્રાસ આપવાના શરૂ કરી દીધો હતો. તેમજ પત્નીને પતિએ માર મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આથી પરિણીતા પિયર આવી ગઈ હતી.
અમદાવાદઃ શહેરના રખિયાલ વિસ્તારમાં યુવકે લગ્નનું રિસેપ્શન રાખ્યું હતું. જોકે, આ જ સમયે યુવકની પત્ની આવી જતાં હોબાળો મચી ગયો હતો અને ઝઘડો પણ થઈ ગયો હતો. બીજી તરફ પહેલી પત્ની આવી જતાં પતિ રિસેપ્શન છોડીને ફરાર થઈ ગયો હતો. લગ્નના રિસેપ્શનમાં ઝઘડો થતાં બંને પક્ષ બાપુનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
આ અંગેની વિગતો એવી છે કે, ગોમતીપુરની યુવતીના જુહાપુરના યુવક સાથે વર્ષ 2014માં મુસ્લિમ શરિયતથી લગ્ન થયા હતા. જોકે, લગ્નના થોડા જ સમય પછી પતિ અને સાસરીવાળાએ દહેજ મુદ્દે ત્રાસ આપવાના શરૂ કરી દીધો હતો. તેમજ પત્નીને પતિએ માર મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આથી પરિણીતા પિયર આવી ગઈ હતી.
દરમિયાન યુવકે બીજા લગ્ન કરી લીધા હતા અને પોતાના ઘર પાસે લગ્નનું રિસેપ્શન રાખ્યું હતું. જેની જાણ થઈ જતાં પહેલી પત્ની ત્યાં પહોંચી ગઈ હતી. પહેલી પત્ની આવી જતાં ગભરાયેલો પતિ ત્યાંથી ભાગી ગયો હતો. બીજી તરફ પરિણીતાએ દુલ્હનને પોતે યુવકની પહેલી પત્ની હોવાનું જણાવ્યું હતું. આ વાતને લઈને ઝઘડો થતાં દુલ્હને યુવતીને ફડાકો મારી દીધો હતો. એટલું જ નહીં, યુવકના પરિવારે પણ યુવતી સાથે મારામારી કરી હતી. ઝઘડો ઉગ્ર બનતાં બાપુનગર પોલીસ ત્યાં આવી પહોંચી હતી.
બાપુનગર પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પરિણીતાએ આ અંગે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમજ ફેમિલી કોર્ટમાં ભરણપોણનો કેસ તેમજ મેટ્રો કોર્ટમાં ઘરેલું હિંસાની ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.