શોધખોળ કરો
આઇશા આપઘાત કેસઃ આપઘાત પહેલા યુવતીએ માતા-પિતા સાથે કરેલી વાતચીતની ઓડિયો ક્લિપ આવી સામે, સાંભળીને હચમચી જશો
ઓડિયો ક્લિપમાં પિતા આઇશાને પૂછી રહ્યા છે કે, હાં, બેટા ક્યાં છે? સામે આઇશા કહી રહી છે, હું રિવરફ્રંટ પર છું. આવી રહી છું. વાતચીત દરમિયાન આઇશા રોઇ રહી છે, જ્યારે માતા-પિતાએ આત્મહત્યા ન કરવા અને ઘરે આવી જવા મનાવી રહ્યા છે.
![આઇશા આપઘાત કેસઃ આપઘાત પહેલા યુવતીએ માતા-પિતા સાથે કરેલી વાતચીતની ઓડિયો ક્લિપ આવી સામે, સાંભળીને હચમચી જશો Ahmedabad suicide case : Aisha talk with mother and mother before suicide આઇશા આપઘાત કેસઃ આપઘાત પહેલા યુવતીએ માતા-પિતા સાથે કરેલી વાતચીતની ઓડિયો ક્લિપ આવી સામે, સાંભળીને હચમચી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/27203648/Aisha-Shaikh.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ આઈશા આરીફ નામની યુવતીએ સાબરમતિમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આત્મહત્યા કરતા પહેલા આઈશાએ મોબાઈલમાં વિડિયો બનાવ્યો હતો. વિડિયો બનાવી આઈશાએ પોતાની મરજીથી આ પગલુ ભરે છે તેમ કહ્યું હતું. આઈશાએ વિડિયોમાં પોતાના પિતાને પોતાઓથી લડાઈ ક્યા સુધી કરશે ન કરો લડાઈનો સંદેશ આપ્યો હતો. હવે આ યુવતીની આપઘાત પહેલાની તેના માતા-પિતા સાથે વાતચીતની ઓડિયો ક્લિપ સામે આવી છે.
ઓડિયો ક્લિપમાં પિતા આઇશાને પૂછી રહ્યા છે કે, હાં, બેટા ક્યાં છે? સામે આઇશા કહી રહી છે, હું રિવરફ્રંટ પર છું. આવી રહી છું. વાતચીત દરમિયાન આઇશા રોઇ રહી છે, જ્યારે માતા-પિતાએ આત્મહત્યા ન કરવા અને ઘરે આવી જવા મનાવી રહ્યા છે. યુવતી રડતા રડતા તેના માતા-પિતા સાથે 4.56 મિનિટ સુધી વાત કરે છે. યુવતી જણાવી રહી છે કે, હવે તે કંટાળી ગઈ છે અને હવે બહુ મોડું થઈ ગયું છે. હવે નથી જીવવું. એને નથી લાવવો મારી લાઇફમાં હવે. બચી જઉં તો લઇ જજો. મરી જઉ તો દફન કરી દેજો. હવે તમારે આરીફને જે વાત કરવી હોય તે કરી લો, મેં વાત કરી લીધી છે. હવે કોઈ જેલમાં નહીં જાય, મેં વીડિયો બનાવીને મોકલી દીધો છે. હવે હું થાકી ગઈ છું. મારી જીંદગીનું કોઈ સોલ્યુશન નથી. એણે કહ્યું કે, કેસ ન કર્યો હોત તો હજું હું વિચારેત.
સૂસાઈડ કરતા પહેલા આઈશાએ પોતાના પતિને પણ કોલ કર્યો હતો. મે ખુશ હુ સુકુન સે જાના ચાહતી હુ કહી વિડિયોનો અંત કરી પોતાની જીદંગી ટુંકાવી લીધી હતી. આ મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે મહિલાના પતિ સામે ગુનો નોંધ્યો છે. ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે પરિણીતાની લાશ બહાર કાઢી પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો પ્રમાણે, આઇશાના લગ્ન વર્ષ વર્ષ 2018માં રાજસ્થાન ખાતે રહેતા આરીફ ખાન સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ આઇશા ને તેનો પતિ અને સાસરિયાઓ દહેજ બાબતે ત્રાસ આપતા હતા. આઇશાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ સસરાએ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. બાદમાં આ આઇશા બેંકમાં મ્યુચ્યુલ ફન્ડ વિભાગમાં નોકરી કરવા લાગી હતી.
પરિણીતાએ જે વિડીયો બનાવ્યો હતો તેમાં જણાવ્યું છે કે "હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હે આઇશા આરીફખાન... ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું મેરી મરજી સે કરને જા રહી હું...ઇસમે કિસીકા દોર ઔર દબાવ નહિ હે અબ બસ ક્યા કહે? એ સમજ લિજીયે કે ખુદાકિ ઝીંદગી ઇતની હોતી હે...ઔર મુજે ઇતની ઝીંદગી બહોત સુકુન વાલી લગતી હે.'
'ઔર ડિયર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો નહિ કરના આઇશા લડાઈઓ કે લિએ નહિ બની પ્યાર કરતે હે આરીફ સે ઉસે પરેશાન થોડી કરેગે? અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હે વો આઝાદ રહે ચલો અપની ઝીંદગી તો યહી તક હે. મેં ખુશ હું કી મેં અલ્લાહ સે મીલૂંગી ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ? મા બાપ બહુત અચ્છે મિલે દોસ્ત બહોત અચ્છે મિલે પર શાયદ કહી કમી રેહ ગઈ મુજમે યા શાયદ તકદીર મેં,મેં ખુશ હુંસુકુન સે જાના ચાહતી હું અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે.'
'એક ચીઝ જરૂર શીખ રહી હું મોહબબત કરની હે તો દો તરફા કરો એક તરફા મેં કુછ હાસિલ નહિ હે.ચલો કુછ મહોબ્બત તો નિકાહ કે બાદ ભી અધૂરી રહેતી હે,એ પ્યારી સી નદી પ્રે કરતે હે કી વો મુજે અપને આભ મેં સમા લે ઔર મેરે પીઠ પીછે જો ભી હો પ્લીઝ જ્યાદા બખેડા મત કરના મેં હવાઓ કી તરહ હું બસ બહેના ચાહતી હું,ઔર બહેતે રેહના ચાહતી હું કિસીકે લિયે નહિ રૂકના મેં ખુશ હું આજ કે દિન કે જો સવાલ કે જવાબ ચાહિયે થે વો મિલ ગયે.ઔર મુજે જીસકો જો બતાના થાય વો સચ્ચાઈ બતા ચુકી હું કાફી હે, થેંક્યું....મુજે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે...ચલો અલવિદા.'
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ખેતીવાડી
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)