શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: નોકરીની લાલચ આપી રાજકોટની યુવતી પર ત્રણ શખ્સોએ ગુજાર્યો બળાત્કાર, મહિલા ક્રાઈમ બ્રાંચમાં થઈ ફરિયાદ
ત્રણેય આરોપીએ યુવતીને નોકરીની લાલચ આપી અલગ અલગ હોટલોમાં લઈ જઈ પીડિતાની મરજી વિરુદ્ધ અવાર નવાર જબરજસ્તીથી શરીર સંબંધ બાંધી સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.
અમદાવાદ: અમદાવાદમાં ગેંગરેપની એક ઘટના સામે આવી છે. ત્રણ શખ્સોએ રાજકોટની 23 વર્ષીય યુવતીને નોકરીની લાલચ આપી ગેંગરેપ આચર્યુ હોવાની મહિલા ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે. રાજકોટની યુવતી સાથે અમદાવાદના ત્રણ શખ્સોએ ગેંગરેપ આચર્યો હતો. યુવતીની ફરિયાદના આધારે અમદાવાદ મહિલા ક્રાઈમબ્રાંચે તપાસ શરૂ કરી છે. 3 ઇસમો અમદાવાદના રહેવાસી છે.
ત્રણેય આરોપીએ યુવતીને નોકરીની લાલચ આપી અલગ અલગ હોટલોમાં લઈ જઈ પીડિતાની મરજી વિરુદ્ધ અવાર નવાર જબરજસ્તીથી શરીર સંબંધ બાંધી સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. સાથે આ મામલે કોઈને નહીં કહેવાનું જણાવી ફરિયાદીના ફોટા તથા વીડિયો બાબતે બ્લેકમેલ કરી ગંદી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, જૂન 2020માં માલદેવ ભરવા તેના સ્નેપ ચેટ એકાઉન્ડ આઇડી પર રિક્વેસ્ટ મોકલી હતી. પરંતુ સ્નેપચેટમાં વાત કરવી હોય તો રિક્વેસ્ટ એક્ષેપ્ટ કરવી પડે, પરંતુ માલદેવે યુવતીની ફ્રેન્ડ, જે પહેલાથી માલદેવના સ્નેપચેટમાં મિત્ર હતી, જેથી માલદવે તેની ફ્રેન્ડે માલદેવની તેની સાથે પર્સનલ ડિટેલ કઢાવી. તેને ખબર પડી કે મારે અમદાવાદ ખાતે કોર્પોરેટ લેવલની નોકરી જોઇએ છે. જેથી માલદેવે મને રિક્વેસ્ટ મોકલેલ, પરંતુ હું તેને ઓળખતી ન હોય રિક્વેસ્ટ એક્ષેપ્ટ કરી નહીં, પરંતુ માલદેવે તેની વિગતો મેળવેલી હોવાથી યુવતીને સ્નેપચેટ પર મેસેજ કર્યો હતો કે, મારી કોર્પોરેટ લેવલમાં ખૂબ જ સારી એવી ઓળખાણ છે અને હું તમને મદદ કરી શકું છું. આ સાથે માલદેવે તેનો ફોન નંબર પણ આપ્યો હતો. તેમજ અમદાવાદ આવીને ફોન કરવા જણાવ્યું હતું.
પીડિતાએ જણાવ્યું હતું કે, તે 20મી ઓક્ટોબર 2020ના રોજ અમદાવાદ જોબ માટે આવી હતી અને તે સમયે તેણે પોતાના સ્નેપ ચેપ પર તેની સ્ટોરી મૂકી હતી. જે માલદેવે જોયા પછી તેનો સંપર્ક કર્યો હતો. તેમજ તેણે વારંવાર મળવા માટે જણાવ્યું હતું. સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં માલદેવે યુવતીને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, મારા કોર્પોરેટ મિત્રો મારી સાથે છે, તમે આવો તો તેમને મળાવી દઈશ અને તમારી નોકરી કન્ફર્મ થઈ જશે ચિંતા ના કરશો. આથી તે સમયે કોવિડ-19ની મહામારી ચાલી રહી હતી અને યુવતીને જોબની ખૂબ જ જરૂરિયાત હોય માલદેવ પર વિશ્વાર રાખી તેનો સંપર્ક કર્યો હતો. જેથી માલદેવે તેને રેડિસન બ્લુ હોટલના કેફેમાં, લો ગાર્ડન ખાતે મળવા બોલાવી હતી. જેથી યુવતી ત્યાં તેને મળવા ગઈ હતી. આ સમયે માલદેવે તેને પ્રજ્ઞેશ અને જીતેન્દ્રપુરનો સંપર્ક કરાવ્યો હતો અને જણાવ્યું હતું કે, બંને તેના અંગત મિત્રો છે, તેમજ આ બંને તમને રહેવા અને નોકરીની તમામ વ્યવસ્થા કરી આપશે, જેથી તારી લાઇફ ખૂબ જ સારી થઈ જશે, તેમ જણાવ્યું હતું. બંનેની ખૂબ સારી એવી ઓળખાણ છે, તેમ જણાવી માલદેવે બંનેને યુવતીનો નંબર આપ્યો હતો.
આ ત્રણેય યુવકોએ સળંગ ત્રણથી ચાર દિવસ યુવતીને મળવા બોલાવી હતી. તેમજ પ્રજ્ઞેશ અને જીતેન્દ્રપુરીએ પોતોના જમીનોમાં મોટા રોકાણો કરીને મોટો વેપાર કરતા હોવાનું જણાવ્યુ હતું. તેમજ રાજકીય વગ ધરાવે છે અને તેમને કોર્પોરેટમાં ખૂબ મોટી ઓળખાણ હોવાનું જણાવ્યું હતું. યુવતી તેમની વાતોમાં આવી ગઈ હતી. આમ, યુવતીને વિશ્વાસમાં લઈ લીધી હતી અને અવાર નવાર બળાત્કાર આચર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion