(Source: ECI/ABP News/ABP Majha)
AMC Alert: હવામાન વિભાગ બાદ AMC એ જાહેર કર્યું એલર્ટ, બે દિવસ ઓરેન્જ અને ત્રણ દિવસ યલો એલર્ટ
17 થી 22 મે દરમિયાન હિટ વેવનો રાઉન્ડ હશે. સરેરાશ તાપમાન 42 થી 44 નોંધાવાની શક્યતા છે. અમુક જગ્યાઓએ 44 ડિગ્રીથી પણ વધુ તાપમાન નોંધાય એવી શક્યતા છે. પવનની ગતિ 22 મે સુધી નોર્મલ રહેશે.
Ahmedabad News: હવામાન વિભાગ બાદ AMC એ એલર્ટ (Ahmedabad municipal corporation issued alert) જાહેર કર્યું છે. આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ (orange alert) અને બાદના ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર (yello alert) કરવામાં આવ્યું છે. શનિવાર અને રવિવારે 44 ડિગ્રી (heat wave) રહેવાનું અનુમાન છે, જ્યારે સોમવાર,મંગળવાર અને બુધવારના રોજ તાપમાન 43 ડિગ્રી રહેવાનું અનુમાન છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, 17 થી 22 મે દરમિયાન રાજ્યમા તાપમાન ઉંચુ જોવા મળશે અને પવન નોર્મલ સ્પીડમા ઉતર પશ્ચિમના ફૂંકાશે. 17 મેથી તાપમાનમાં વધારો જોવા મળશે અને 42 થી 44 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાય એવી શક્યતા છે. 17 થી 22 મે દરમિયાન હિટ વેવનો રાઉન્ડ હશે. સરેરાશ તાપમાન 42 થી 44 નોંધાવાની શક્યતા છે. અમુક જગ્યાઓએ 44 ડિગ્રીથી પણ વધુ તાપમાન નોંધાય એવી શક્યતા છે. પવનની ગતિ 22 મે સુધી નોર્મલ રહેશે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) May 17, 2024
બનાસકાંઠામાં ભારે વરસાદ અને પવનથી ખેડૂતોના પાકોને મોટું નુકસાન પહોંચ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું અને વરસાદ થતાં ખેડૂતોના બાજરી તેમજ પપૈયા જેવા તૈયાર પાકોનું શોથ વળી ગયો હતો અને જેના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં વાવાઝોડા અને વરસાદ વરસી રહ્યો છે ત્યારે બનાસકાંઠામાં પણ ગઈકાલે આવેલા ભારે વાવાઝોડા અને વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનું વારો આવ્યો છે.બનાસકાંઠાનાં પાલનપુર તાલુકાના ધાણધા જલોત્રા સહિતના ગામડાઓ નાં ખેડૂતો પપૈયા ની ખેતી કરી રહ્યા છે અને બાજરીનું પણ વાવેતર કર્યું છે ત્યારે ભારે પવન અને કરા સાથે પડેલા વરસાદે વિનાસ વેર્યો છે અને ખેડૂતોના પપૈયા અને બાજરી સહિતના પાકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે..ધાણધા ગામે લક્ષમણ ભાઈ પટેલે 12 હજાર થી વધુ પપૈયાના છોડ નું વાવેતર કર્યું હતું..ત્યારે વાવાઝોડા થી 7 હજાર થી વધુ છોડ નષ્ટ પામતા ખેડૂત ને 10 થી 12 લાખનું નુકશાન થયું છે.