Ahmedabad: ગુજરાત હાઇકોર્ટના તમામ વકીલો ઉતર્યા અચોક્કસ મુદ્દતની હડતાલ પર, જાણો શું છે મામલો
અમદાવાદ: આવતી કાલે હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ પદનું થનાર ઇલેક્શન મોકૂફ રાખવામાં આવ્યું છે. તો બીજી તરફ ગુજરાત હાઇકોર્ટના તમામ વકીલો અત્યારથી જ ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે.
અમદાવાદ: આવતી કાલે હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ પદનું થનાર ઇલેક્શન મોકૂફ રાખવામાં આવ્યું છે. તો બીજી તરફ ગુજરાત હાઇકોર્ટના તમામ વકીલો અત્યારથી જ ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. 2.30 વાગ્યાથી જ વકીલો કોર્ટના કામકાજથી અળગા રહેશે. હાઇકોર્ટના જજ જસ્ટીસ નિખિલ કેરીયલની બદલીના વિરોધમાં વકીલો અત્યારથી જ હડતાલ પર ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશને એક મતે હડતાલ જાહેર કરી છે. નિષ્પક્ષ ન્યાયપાલિકાનું મોત થયું હોવાનો વકીલોનો આક્ષેપ છે. હાલમાં વકીલો ચીફ જસ્ટિસની કોર્ટમાં જઈ રહ્યા છે. બાર એસોસિયેશનના નિર્ણયની ચીફ જસ્ટિસને જાણ કરશે. ચીફ જસ્ટિસની કોર્ટનો રૂમ વકીલોથી ખીચોખીચ ભરાઈ ગયો છે.
રેવન્યુ તલાટી મંત્રીએ રેતીનું ટ્રેક્ટર ચલાવવા માંગી લાંચ
એસીબી દ્વારા લાંચિયા બાબુઓ સામે કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં કેટલાંક લોકો સરકારી બાબુઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. અમરેલીના જાફરાબાદમાં મામલતદાર કચેરીનો રેવન્યુ તલાટી મંત્રી લાંચ લેતા ઝડપાયો છે. રેવન્યુ તલાટી મંત્રી નીલેશ ડાભી 10,000ની લાંચ લેતા રંગે હાથ ACB ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. રેતીનું ટ્રેક્ટર ચલાવવા માટે લાંચ માંગી હતી. અમરેલી એસીબી ટીમ દ્વારા તલાટી મંત્રી ઉપર સફળ ટ્રેપ કરવામાં આવી હતી. 2022 વિધાનસભા ચૂંટણી સમયે રેવન્યુ તલાટી મંત્રી લાંચ લેતા ઝડપાતાં કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા આવ્યા ત્યારે જ મને ઈશારો કર્યો હતો કે તમારે તમે તૈયાર છો ને ? યોગેશ પટેલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ બીજા તબક્કાના મતદાન માટે આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. આવતીકાલથી પ્રચંડ પ્રચાર શરૂ થશે. આજે ભાજપ દ્વારા 182મી ટિકિટ જાહેર કરવામાં આવી છે. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોગેશ પટેલને ફરી ટિકિટ આપવામાં આવી છે. યોગેશ પટેલ સતત આઠમી વાર વિધાનસભાની ચૂંટણી લડશે.
શું કહ્યું યોગેશ પટેલે
યોગેશ પટેલની રેલીમાં કોણ કોણ જોવા મળ્યું
ભારે જન મેદની સાથે યોગેશ પટેલની ભવ્ય રેલી રાવપુરા વિસ્તારમાં જોવા મળી હતી. જેમાં કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ રંજનબેન ભટ્ટ સહિત અનેક નેતાઓ પણ રેલીમાં જોડાયા હતા. યોગેશ પટેલ ફોર્મ ભરતા કહ્યું હું સતત આઠમી વાર પણ ભવ્ય વિજય મેળવીશ. યોગેશ પટેલને પૂછવામાં આવ્યું કે, ટિકિટ આપવામાં ઉંમરનો બાધ ન નડ્યો, જેના જવાબમાં કહ્યું હું શરીરે ફિટ છું, યુવાઓ ઘરમાં પુરાઈ રહે છે, આજે પણ ક્રિકેટ રમું છું. શુ આગામી 2027 માં નવમી વાર પણ ચૂંટણી લડશો તેના જવાબમાં યોગેશ પટેલ એ કહ્યું શરીર સાથ આપે તો. કેટલા મોટા માર્જિનથી ચૂંટણી જીતશો ? તેના સવાલ માં કહ્યું કે મોટી જીત મેળવું તો બધાની નજર મારી બેઠક પર આવી જાય છે .