શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના વાયરસ: AMC કમિશનરનો આદેશ, અમદાવાદમાં તમામ પાન-ગલ્લા બંધ રહેશે
અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના બે પૉઝિટીવ કેસ સામે આવતા મનપા કમિશ્નર વિજય નેહરાએ મોટો નિર્ણય લીધો છે.
અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના બે પૉઝિટીવ કેસ સામે આવતા મનપા કમિશ્નર વિજય નેહરાએ મોટો નિર્ણય લીધો છે. નેહરાએ શહેરમાં તમામ પાન-ગલ્લાને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ આદેશ કોરોનાને ફેલાવતો અટકાવવા માટે લેવાયો છે. આ પહેલા ગુજરાત સરકારે કોરોનાને ધ્યાનમાં લઇને રાજ્યમાં જાહેર સ્થળો પર થૂંકવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ ગુના માટે સરકારે 500 રૂપિયા દંડની જાહેરાત પણ કરી છે.
આ પહેલા ગુજરાત સરકારે કોરોનાને ધ્યાનમાં લઇને રાજ્યમાં જાહેર સ્થળો પર થૂંકવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ ગુના માટે સરકારે 500 રૂપિયા દંડની જાહેરાત પણ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે 22 માર્ચે સમગ્ર ગુજરાતને બંધ રાખવા આદેશ આપ્યો છે, જનતા કર્ફ્યૂને લઇને રૂપાણી સરકારે ગુજરાતમાં એસટી બસ બંધ રાખવા આદેશ આપ્યો છે.
તેમણે કહ્યું, જે પરીવાર સ્વેચ્છાએ હોમ ક્વોરંટાઈનમાં રહેવા તૈયાર થશે તેને તમામ સહાય એેએમસી ફ્રી આપશે. આ સાથે જ શહેરની તમામ ખાણીપીણીની બજારો અને પાનના ગલ્લા બંધ કરવામાં આવશે.
આ ઉપરાંત ગુજરાતના તમામ શહેરોની સીટીબસ, બીઆરટીએસ સહિતની સેવાઓ પણ બંધ રાખવા આદેશ છે. લોકોની અવરજવર પણ બંધ કરવા કહેવાયુ છે.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએએ જાહેરાત કરી છે કે 22 માર્ચે રવિવારે 'જનતા કર્ફ્યૂ' લગાવો, સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી દરેક પોતપોતાના ઘરે રહે, કોઇ બહાર ના નીકળે. સાંજે 5 વાગે સાયરન વગાડવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion