શોધખોળ કરો
અમદાવાદ: દીવાળીની રાત્રે આગ લાગવાની અનેક ધટના, કોઈ જાનહાની નહી

અમદાવાદઃ દીવાળીના તહેવારને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ છે ત્યારે અમદાવાદમા દીવાળીની સાંજે અલગ-અલગ વિસ્તારમાં આગ લાગવાની અનેક ધટનાઓ બની હતી. રાતના 8 વાગ્યાથી લઈને સવાર સુધામાં આગ લાગવાની ધટનાના 9 કોલ મળી આવ્યા હતા. જજીસ બંગલો રોડ પર ફ્રુટની દુકાનમા આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમે ધટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની ટળી હતી. બીજી એક આગની ધટનામાં 2 વાહનો બળીને ખાક થયા હતા.ઘાટલોડિયા સૌરભ સ્કૂલ પાસે આવેલ રૂ ની દુકાનમાં આગ લાગી હતી.
વધુ વાંચો





















