![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad: અમિત ચાવડાએ નિકોલમાં હીરા કારખાનાની લીધી મુલાકાત, રત્ન કલાકારોની જાણી હાલત
Diamond News: હીરા ઉદ્યોગ વિશ્વમાં એક આગવી ઓળખ મેળવી ચૂક્યો છે. લાખો લોકોને રોજગારી પુરી પાડે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારને મોટું હૂંડિયામણ રળી આપે છે.
![Ahmedabad: અમિત ચાવડાએ નિકોલમાં હીરા કારખાનાની લીધી મુલાકાત, રત્ન કલાકારોની જાણી હાલત Amit Chavda visits a diamond factory in Nikol knows the condition of gem artists Ahmedabad: અમિત ચાવડાએ નિકોલમાં હીરા કારખાનાની લીધી મુલાકાત, રત્ન કલાકારોની જાણી હાલત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/18/8c3fc3dfcb0fac4b233f9b9b781f33c5169762767371176_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ahmedabad News: હીરા ઉદ્યોગમાં ખાસ કરીને રત્નકલાકારોને મંદીનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન રત્ન કલાકારોની વેદનાને વાચા આપવા વિપક્ષ નેતા અમિત ચાવડાએ ડાયમંડ યુનિટની મુલાકાત લીધી હતી. અમદાવાદના નિકોલ વિસ્તારના કારખાનામાં જઈને લોકો પાસે તેમની વેદના જાણી હતી. જે બાદ તેમણે કહ્યું, 20 લાખ જેટલા રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. લોકો આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા છે. મોંઘવારીમાં સમયસર કામ મળતું નથી, ઘર કેમ ચલાવવું એ મોટો સવાલ છે. રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવું જોઈએ. હાલ આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવાની યુનિયનની માંગ અમે સરકાર સુધી પોહચાડીશું.
થોડા દિવસ પહેલા સુરતમાં શું કહ્યું હતું અમિત ચાવડાએ
અમિત ચાવડાએ કહ્યું કે, સુરતનો હીરા ઉદ્યોગ વિશ્વમાં એક આગવી ઓળખ મેળવી ચૂક્યો છે. લાખો લોકોને રોજગારી પુરી પાડે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારને મોટું હૂંડિયામણ રળી આપે છે. રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે સુરતના હીરા ઉદ્યોગને આર્થિક નુકશાન થયું છે. વેપારીઓની સાથે રત્ન કલાકારોને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.પરિસ્થિતિના કારણે 30 લોકોએ આત્મહત્યા કરવી પડી છે. 20 લાખ કરતા વધુ રત્ન કલાકારો હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે. જે સ્થિતિનું નિર્માણ થયું છે. તેના કારણે કામના કલાકો પર કાપ મુકવામાં આવ્યો છે. અત્યારથી વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. ક્યારે યુનિટ શરૂ થશે તેનો કોઈ સમય નિશ્ચિત નથી.
રત્ન કલાકારોના આગેવાનોને આજે મને મળી રજૂઆત કરી છે. સુરતમાં 30થી વધુ રત્ન કલાકારોએ આત્મ હત્યા કરી છે. ત્યારે સરકારે ચિંતા વ્યક્ત કરી આર્થિક પેકેજની જાહેરાત કરવી જોઈએ. રત્ન કલાકારો માટે સરકાર આર્થિક પેકેજ જાહેર કરે તેવી માંગણી કરીએ છીએ. વૈશ્વિક મંદીના સમયે રત્ન દીપ યોજના શરૂ કરવામાં આવી હતી,જે યોજના ફરી શરૂ કરી આર્થિક પેકેજ જાહેર કરે તેવી માંગ છે. રત્ન કલાકારો આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરી છે,તેવા પરિવારોને કેન્દ્ર અને રાજ્ય સરકાર આર્થિક પેકેજ જાહેર કરે. રત્ન કલાકારો પાસે લેવામાં આવતો વ્યવસાયવેરો ગેરકાયદે છે. રત્ન કલાકારો પાસે વસુલવામાં આવતો વ્યવસાય વેરો રદ કરવામાં આવે. અન્યથા આવનારા દિવસોમાં આ અંગે કોંગ્રેસ લડત ચલાવશે.
વૈશ્વિક સમસ્યાઓના કારણે આર્થિક નુકસાનનો સામનો કરી રહેલા ગુજરાતના હીરા ઉદ્યોગોની આર્થિક કટોકટી અને સમસ્યાઓના કારણે આત્મહત્યા કરવા મજબૂર બનેલા રત્ન કારીગરોની સમસ્યાઓના નિવારણ હેતુ મુખ્યમંત્રી @Bhupendrapbjp ને પત્ર. pic.twitter.com/8vtndnHrEk
— Amit Chavda (@AmitChavdaINC) October 16, 2023
રત્ન કલાકારોને કાયદા મુજબ લાભો મળવા જોઈએ. કેટલીક કંપનીઓ દ્વારા કાયદાનું ઉલઘન કરવામાં આવે છે,ફેક્ટરી એકટ હેઠળ થતાં કાયદાઓનું ઉલ્લાઘન બદલ કાર્યવાહી થાય તેવી માંગ છે. રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે તેવી માંગ યુનિયનની છે, જે માંગ અમે સરકાર સુધી પોહચાડીશું. રત્ન કલાકારો વર્તમાન સ્થિતિમાં આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે અને આત્મહત્યા કરી રહ્યા છે. જે રત્ન કલાકારો બેરોજગાર થયા છે તેવા લોકોને આર્થિક રાહત પેકેજ જાહેર કરે. આવનારા દિવસોમાં આ પ્રશ્નોને લઈ વિધાનસભા અને સરકારમાં રજૂઆત કરીશું. જરૂર પડ્યે આ પ્રશ્નને લઈ રસ્તા પર ઉતરી જન આંદોલન કરવામાં આવશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)