શોધખોળ કરો

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો, ચાર મહિના બાદ એક વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન કરાયો જાહેર

છેલ્લા 24 કલાકમાં 21  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,542 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચ્યો છે

અમદાવાદઃ  દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો સતત બીજા દિવસે પણ વધારો નોંધાયો હતો. સતત બીજા દિવસે રાજ્યમાં કોરોનાના નવા કેસ 40 નોંધાયા હતા. અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા હતા. શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસના કારણે તંત્ર દોડતું થયું હતું અને કાર્યવાહી શરૂ કરી હતી.

લાંબા સમય બાદ અમદાવાદ શહેરમાં એક સોસાયટીને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાઇ હતી. ઇસનપુર વિસ્તારમાં દેવ કાસલ ફ્લેટને માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો. ચાર મહિના બાદ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં એક વિસ્તાર સમાવવામાં આવ્યો હતો. રહેણાક એકમના 85 નાગરિકોના આગામી સાત દિવસમાં એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે.

છેલ્લા 24 કલાકમાં 21  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,542 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું  નથી.  આજે  4,57,767 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 14, વડોદરા કોર્પોરેશનમાં છ, સુરત કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 3, સુરતમાં 3, જૂનાગઢમાં 2, વલસાડમાં 2, અમરેલીમાં 1, ગીર સોમનાથમાં 1, ખેડામાં 1, મોરબીમાં 1, નવસારીમાં 1 અને સુરેન્દ્રનગરમાં કોરોનાનો નવા કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 234  કેસ છે. જે પૈકી 07 વેન્ટીલેટર પર છે, જ્યારે 227 નાગરિકો સ્ટેબલ છે. 8,16,524 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 17 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1096  નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 8364 નાગરિકોને રસીનો પ્રથમ અને 1,13,704 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 26,824 નાગરિકોને રસીનો પ્રથમ અને 3,07,762 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 4,57,767 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,33,31,552 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન,  બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, જામનગર કોર્પોરેશન,  જૂનાગઢ કોર્પોરેશન, કચ્છ, મહીસાગર, મહેસાણા, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, તાપી, વડોદરામાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા
Goa Nightclub Fire: ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, ત્રણ સીનિયર અધિકારી સસ્પેન્ડ, માલિક ફરાર
Goa Nightclub Fire: ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, ત્રણ સીનિયર અધિકારી સસ્પેન્ડ, માલિક ફરાર

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા
Goa Nightclub Fire: ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, ત્રણ સીનિયર અધિકારી સસ્પેન્ડ, માલિક ફરાર
Goa Nightclub Fire: ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, ત્રણ સીનિયર અધિકારી સસ્પેન્ડ, માલિક ફરાર
રેપો રેટમાં RBIના ઘટાડા બાદ બેન્કોએ સસ્તી કરી લોન, જાણો કઈ બેન્કે કેટલો ઘટાડો વ્યાજદર?
રેપો રેટમાં RBIના ઘટાડા બાદ બેન્કોએ સસ્તી કરી લોન, જાણો કઈ બેન્કે કેટલો ઘટાડો વ્યાજદર?
610 કરોડનું રિફંડ અને 1650 ફ્લાઇટ્સ રાબેતા મુજબ! ઇન્ડિગો સંકટ પર સરકારનું નિવેદન – શું હવે મુસાફરી સુરક્ષિત છે?
610 કરોડનું રિફંડ અને 1650 ફ્લાઇટ્સ રાબેતા મુજબ! ઇન્ડિગો સંકટ પર સરકારનું નિવેદન – શું હવે મુસાફરી સુરક્ષિત છે?
Aadhaar Photocopy: આધારની ફોટોકોપી પર લાગશે રોક, જલદી આવશે કડક નિયમ
Aadhaar Photocopy: આધારની ફોટોકોપી પર લાગશે રોક, જલદી આવશે કડક નિયમ
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Embed widget