શોધખોળ કરો
અમદાવાદઃ 20 વર્ષની વિદ્યાર્થીની પર બળાત્કાર કરનારા ચાર હેવાનોમાંથી યુવતીના બાળકનો પિતા કોણ નિકળ્યો ?
સામૂહિક બળાત્કાર ગુજારનારા ચાર યુવકોમાંથી એબીવીપીનો કાર્યકર અંકિત પારેખ જ પીડિતાના મૃત જન્મેલા બાળકનો પિતા હોવાનો પોલીસે ભારે દબાણ બાદ જે ડીએનએ ટેસ્ટ કરાવેલા તેના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે.
![અમદાવાદઃ 20 વર્ષની વિદ્યાર્થીની પર બળાત્કાર કરનારા ચાર હેવાનોમાંથી યુવતીના બાળકનો પિતા કોણ નિકળ્યો ? Ankit Parekh DNA match with died child in Ramol gang rape case, Ahmedabad અમદાવાદઃ 20 વર્ષની વિદ્યાર્થીની પર બળાત્કાર કરનારા ચાર હેવાનોમાંથી યુવતીના બાળકનો પિતા કોણ નિકળ્યો ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/09103807/gang-rape-in-kutch.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ અમરાઈવાડીની 20 વર્ષીય વિદ્યાર્થીનીને એટીકેટીમાં પાસ કરાવવાની લાલચે સામૂહિક બળાત્કાર ગુજારવાના કેસમાં યુવતીના બાળકનો પિતા અંકિત પારેખ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ કેસમાં ઝડપાયેલા અંકિત, ચિરાગ, રાજના સેમ્પલ લીધા હતા.
ચોથો આરોપી હાર્દિક હજુ ફરાર હોવાથી તેના માતા પિતાના બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલી આપ્યા હતા. સામૂહિક બળાત્કાર ગુજારનારા ચાર યુવકોમાંથી એબીવીપીનો કાર્યકર અંકિત પારેખ જ પીડિતાના મૃત જન્મેલા બાળકનો પિતા હોવાનો પોલીસે ભારે દબાણ બાદ જે ડીએનએ ટેસ્ટ કરાવેલા તેના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે.
અમદાવાદઃ આ હોટલ પર થયો હતો યુવતી પર ગેંગરેપ, રજીસ્ટરમાંથી મળી એન્ટ્રી, જુઓ વીડિયો
આ અંગે પોલીસે જણાવ્યુ હતુ કે, એફએસએલની તાપસમાં એબીવીપીના કાર્યકર અંકિત પારેખ સાથેના શારીરિક સંબંધોથી પીડિતાને ગર્ભ રહ્યો હતો અને જન્મેલા મૃત બાળકનો તે બોયોલોજિકલ પિતા હોવાનુ ખૂ લ્યું છે. અંકિતના ડીએનએ મૃત બાળકના ડીએનએ સાથે મળતા આવ્યા હતા.
સામૂહિક બળાત્કાર અંકિતનુ નામ ખૂલ્યું તેના 40 દિવસ બાદ પણ તેની ધરપકડ નહોતી કરાઈ. દરમિયાનમાં પીડિતાનું મોત થતાં થયેલા દ હોબાળો થતાં આખરે આરોપી અંકિતને પકડવાની ફરજ પડી હતી. અંકિતના રાજકીય નેતાઓ સાથે ઘરોબો હોવાનું દર્શાવતા સોશિયલ મીડિયા સ્ક્રીન શોટ પણ વાઇરલ થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)