શોધખોળ કરો
Advertisement
શહેરની સાથે હવે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારો પણ કોરોનાના ભરડામાં, વધુ 8 કેસ નોંધાયા
અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 178 કેસમાંથી કુલ 125 દર્દી સાજા થયા છે જ્યારે 9 દર્દીના મોત થયા છે.
અમદાવાદઃ જિલ્લામાં શહેરમાં કોરોના કેસના પ્રકોપની સાથે સાથે હવે ગ્રામ્ય વિસ્તારને પણ કોરોના પોતાના ભરડામાં લઈ રહ્યું છે. સોમવારે સાંજે પાંચ કલાક સુધીના 24 કલાકમાં જિલ્લામાં કોરોનાના વધુ 8 કેસ સામે આવ્યા છે. જેમાં બાવળામાં 4, ધોળકામાં 3 અને સાણંદમાંથી 1 કેસ મળી આવ્યો છે.
બાવળામાં જે 4 કેસ મળી આવ્યા છે તેમાં બોરડીવાળી જીનમાં રહેતો 30 વર્ષીય યુવક, યશ હોટલ નજીક, રૂપલ ચોકડી પાસે રહેતી 42 વર્ષીય મહિલા, 36- શ્રીનગર સોસાયટીમાં રહેતો 28 વર્ષનો યુવક અને બોરડીપા ફળીમાં રહેતો 38 વર્ષીય પુરૂષ કોરોના પોઝિટિવ હોવાનું જિલ્લાતંત્રના ધ્યાને આવ્યું છે. આ સાથે બાવળામાં કુલ કેસની સંખ્યા 10એ પહોંચી છે.
ધોળકામાં કાજી ટેકરા પાસે રહેતા 70 વર્ષના વૃદ્ધ અને એક 48 અને 50 વર્ષનો પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ધોળકામાં કુલ કેસની સંખ્યા 70એ પહોંચી છે.
સાણંદમાં 104- ડી રાધવેન્દ્ર એપાર્ટમેન્ટમાં એક 24 વર્ષીય યુવકને કોરોના થયો છે. સાણંદમાં કુલ કેસની સંખ્યા 20એ પહોંચી છે.
અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 178 કેસમાંથી કુલ 125 દર્દી સાજા થયા છે જ્યારે 9 દર્દીના મોત થયા છે અને 37 દર્દી હજુ પણ સારવાર હેઠળ છે. જિલ્લામાં હાલમાં 1,363 લોકોને હોમ કર્વારન્ટાઇમાં રખાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion