(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad: બાપુનગરમાં અસામાજિક તત્વોનો આતંક, તલવાર વડે મકાનમાં હુમલો કર્યો
અમદાવાદ શહેરમાં આવારાતત્વોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. શહેરમાં હત્યા અને ફાયરિંગની ઘટનો સામાન્ય બની રહી છે.
અમદાવાદ : અમદાવાદ શહેરમાં આવારા તત્વોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. શહેરમાં હત્યા અને ફાયરિંગની ઘટનો સામાન્ય બની રહી છે ત્યારે અમદાવાદ શહેરના બાપુનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. બાપુનગરમાં ખૂલ્લી તલવાર વડે બાપુનગરની ચાલીના એક મકાનમાં હુમલો કર્યો હતો. આ ઘર પર હુમલા બાદ વાહનને આગચંપી કરી હતી.
આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. હુમલાખોરોનો જાહેર રસ્તામાં તલવારો લઈ રૌફ જમાવતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. બંને પરિવાર વચ્ચે સમાધાન થઈ જતા બાપુનગર પોલીસે જાહેરમાં સ્ટંટ કરી વીડિયો બનાવવા બદલ ફરિયાદ નોંધી છે. આ ઘટના9 ફેબ્રુઆરીની હોવાની ચર્ચા છે.
તુર્કીના વિનાશક ભૂકંપમાં મોતને માત આપનાર અમદાવાદના પરિવારની આપવીતી
તુર્કીમાં આવેલા ભૂકંપે હજારો જિંદગી છીનવી લીધી છે. આ ઉપરાંત જે બચી ગયા છે તે પણ ભયના ઓથાર હેઠળ છે. આવો જે એક ગુજરાતી પરિવાર જે તુર્કીના વિનાશક ભૂકપંનો શાક્ષી બન્યો અને ભગવાનની કૃપાથી હેમખેમ બચી ગયો. મૂળ દિલ્હીના અને 25 વર્ષથી ગુજરાતમાં રહેતા રાકેશ સિંહ અને તેમનો પરિવાર શનિવારે ગુજરાત પરત ફર્યા.
આ વિનાશક ભૂકંપ અંગે વાત કરતા રાકેશ સિંહે કહ્યું કે, 6 ફેબ્રુઆરીના રોજ સવારે 4.17 કલાકે પાણી પીવા ઉઠ્યો અને ભૂકંપની શરૂઆત થઈ. આસપાસની ઇમારતો પત્તાના મહેલની જેમ મે ધ્રૂજતી જોઈ. જે હાલતમાં હતા તે હાલતમાં પત્ની અને પુત્રને લઈને ઘરની બહાર નીકળી આવ્યા. નાના બાળકો અને મહિલાઓમાં એક ક્યારેય ન જોયું હોય તેવું દુઃખ અને રુદન જોયું. બપોરના સમયે 55 સેકન્ડનો 7 રિકટર સ્કેલનો બીજો ભૂકંપ આવ્યો. તુર્કીમાં ભૂકંપનું મુખ્ય કેન્દ્રબિંદુ ગાઝીયાનટેપમાં આવ્યો હતો.