Dhirendra Shastri LIVE: અમદાવાદના વટવામાં આવતીકાલે સાંજે યોજાશે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી આજે અમદાવાદમાં પોતાનો દિવ્ય દરબાર યોજી રહ્યાં છે, સુરત, ગાંધીનગર બાદ આજે અમદાવાદમાં ભક્તો સાથે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રૂબરૂ થશે

Background
Dhirendra Shastri Updates: બાગેશ્વર ધામના પીઠાધીશ્વર આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી આજે અમદાવાદમાં પોતાનો દિવ્ય દરબાર યોજી રહ્યાં છે, સુરત, ગાંધીનગર બાદ આજે અમદાવાદમાં ભક્તો સાથે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રૂબરૂ થશે. આ પહેલા ગઇકાલે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ માં અંબાજીના દર્શન કર્યા હતા, અને બાદમાં ગાંધીનગર થઇને અમદાવાદ પરત ફર્યા હતા.
અમદાવાદના વટવામાં યોજાશે બાબાનો દરબાર
બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું વધુ એક વખત સ્થળ બદલાયુ છે. અમદાવાદના ઓગણજની જગ્યાએ આવતીકાલે વટવામાં દિવ્ય દરબાર યોજાાશે. તારીખ 30/05/2023 ના રોજ વટવા શ્રીરામ મેદાનમાં બાગેશ્વર દરબાર સાંજે 5:00 થી 7:00 યોજાશે.
બાબા બાગેશ્વરનો મોર સાથે નૃત્ય કરતો વીડિયો વાયરલ
બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ અમદાવાદમાં છે. આ દરમિયાન તેમનો એક વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં તેઓ મોર સાથે નૃત્ય કરતાં નજરે પડે છે. આ વાયરલ વીડિયો સુરતનો હોવાનું અનુમાન છે.
વાયરલ વિડિઓ સુરત નો હોવાની અનુમાન




















