Ahmedabad: વટવામાં બાબા બાગેશ્વરધામનો દરબાર, મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
અમદાવાદના વટવામાં બાબા બાગેશ્વરનો દરબાદ શરુ થયો છે. આ દરબારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. વટવા ખાતે આવેલા શ્રી રામ મેદાનમાં બાબાનો દિવ્ય દરબાર યોજાયો છે.
અમદાવાદ: અમદાવાદના વટવામાં બાબા બાગેશ્વરનો દરબાદ શરુ થયો છે. આ દરબારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. વટવા ખાતે આવેલા શ્રી રામ મેદાનમાં બાબાનો દિવ્ય દરબાર યોજાયો છે. ઓગણજ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો 29 મેના રોજ દરબાર યોજવાનો હતો, જે વરસાદના કારણે સમગ્ર કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી.
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા 4-5 દિવસથી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદ, સુરત સહિતના જુદા જુદા સ્થળોએ દરબાર યોજી રહ્યા છે.
વટવામાં બાબા બાગેશ્વરધામનો દિવ્ય દરબાર યોજાયો છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ દરબાદમાં કહ્યું, ગુજરાતના પાગલો કેમ છો ?. હું હિંમત નગર ગયો હતો જેમાં મને વિલંબ થયો છે. મને ખબર નહોતી આટલી મોટી સંખ્યામાં પાગલો બેઠા છે. આ દરબાર સાંજે પાંચ વાગ્યે શરુ થવાનો હતો પરંતુ રાત્રે 8.30 વાગ્યે શરુ થયો હતો.
રાજકોટ ખાતે પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાશે. રાજકોટમાં 1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાન ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. બાગેશ્વર ધામ સેવા સમિતિ, રાજકોટ તરફથી આ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.