(Source: ECI/ABP News/ABP Majha)
ISKCON Bridge Accident: ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલને કોર્ટે આપ્યો મોટો ઝટકો
ISKCON Bridge Accident: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને મોટો ઝટકો લાગ્યો છે. જામીન અરજીને લઈને કોર્ટે તથ્ય પટેલને ઝટકો આપ્યો છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.
ISKCON Bridge Accident: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને મોટો ઝટકો લાગ્યો છે. જામીન અરજીને લઈને કોર્ટે તથ્ય પટેલને ઝટકો આપ્યો છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે જામીન અરજી નામંજૂર કરી છે. જેથી હવે તથ્ય પટેલને જેલમાં જ રહેવું પડશે.
ગઈ કાલે તથ્ય પટેલે ઘરના ભોજનની માગ કરી હતી
આરોપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ સામેની ટ્રાયલ શરૂ થઈ છે. આરોપીઓ સામે સેશન્સ કેસ નોંધાયો. સેશન્સ કેસ નંબર 115/ 2023થી કેસ નોંધાયો. તથ્ય પટેલને વિડિયો કોન્ફરન્સથી કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. જેલમાં ઘરનું જમવાનું નહીં મળતું હોવાનું તથ્ય પટેલે ફરી એકવાર ફરિયાદ કરી છે. વકીલને મળવા નહીં દેવાતા હોવાની પણ ફરિયાદ કરી છે. તો બીજી તરફ સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે, જે વકીલનું વકીલ પત્ર રજૂ થયું છે તે વકીલને મળવા દેવામાં આવે છે.
તથ્ય પટેલની જામીન અરજીનો પીડિત પક્ષે કર્યો વિરોધ
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પુરપાટ ઝડપે કાર હંકારીને 9 લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલની જામીન અરજીનો રાજ્ય સરકારે વિરોધ કર્યો. સરકારે કહ્યું ચાર્જશીટ થયું છે પરંતુ હજુ તપાસ ચાલુ છે, રસ્તો ખુલ્લો હોવા છતાં તથ્ય પટેલે બેફામ ગાડી હંકારી, સ્પીડ અંગેનો એફએસએલ રિપોર્ટ ચાર્જશીટ સાથે જ રજૂ કરાયો છે. આરોપી ગુનાહિત માનસ ધરાવે છે, મૃતકો 25 વર્ષથી ઓછી ઉંમરના હતા, અગાઉના અકસ્માત બાબતે પોલીસને કોઈ વર્ધી મળી નહોતી. ઝાયડસની એક વર્ધીમાં જતી પોલીસ ને અકસ્માત દેખાયો એટલે તે ત્યાં ગયા હતા, પોલીસે યોગ્ય તપાસ કરીને જ ચાર્જશીટ કર્યું છે, બચાવ પક્ષે રજૂ કરાયેલા ચુકાદાઓ આ કેસના હકીકત અને વિગતોને લાગુ પડતા નથી. આરોપીના જામીન ના મંજૂર કરવા જોઈએ.
નવ લોકોને કચડયા બાદ પણ ગાડીને બ્રેક ના મારી
તથ્ય પટેલની જામીન અરજીનો પીડિત પક્ષ તરફથી પણ વિરોધ કરાયો હતો. આટલી બેફામ ગાડી ચલાવવાથી પોતાનું અને અન્ય લોકોનું મોત નીપજી શકે તેવી જાણકારી હોવા છતાં અને તે જ્ઞાન હોવા છતાં પણ તથ્ય પટેલે બેદરકારીથી વાહન ચલાવ્યું. લોકોના મોત નીપજી શકે તેવી સ્પીડનું ભાન હોવા છતાં બેફામ ગાડી ચલાવી નવ લોકોને કચડ્યા, વાહન જઈ શકે તેવો રસ્તો ખુલ્લો દેખાતો હોવા છતાં તથ્ય પટેલે લોકો પર ગાડી ચડાવીને કચડ્યા. નવ લોકોને કચડયા બાદ પણ ગાડીને બ્રેક ના મારી, આરોપી વળતર પેટે પૈસા ડિપોઝિટ કરાવવા તૈયાર હોવાની બાબત શું સૂચવે છે? વળતર પેટે પૈસા ચૂકવશે તો શું મૃતકો જીવતા થઈ જશે? નિર્દોષ લોકોના જીવ કચડનાર આરોપીને જામીન આપવા જોઈએ નહીં.