લિયામ લિવિંગસ્ટોનનું શારજાહમાં તોફાન, એક જ ઓવરમાં ફટકારી 5 સિક્સર, 38 બોલમાં બનાવ્યા આટલા રન
શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં લિયામ લિવિંગસ્ટોને દર્શકોને દંગ કરી દીધા હતા. ઇંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેને તેની પહેલી જ મેચમાં વર્લ્ડ ILT20 લીગ માટે શાનદાર બેટિંગ કરી.

Livingstone 5 sixes : શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં લિયામ લિવિંગસ્ટોને દર્શકોને દંગ કરી દીધા હતા. ઇંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેને તેની પહેલી જ મેચમાં વર્લ્ડ ILT20 લીગ માટે શાનદાર બેટિંગ કરી હતી. અબુ ધાબી નાઈટ રાઈડર્સ માટે રમતા લિવિંગસ્ટોને ફક્ત 38 બોલમાં 82 રન ફટકાર્યા હતા. મેદાન પર લિયામ લિવિંગસ્ટોનનું રીતસરનું તોફાન જોવા મળ્યું હતું. આ વિસ્ફોટક ઈનિંગમાં લિવિંગસ્ટોને આઠ સિક્સર અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. લિવિંગસ્ટોનના આ શાનદાર પ્રદર્શનથી ટીમે 233/4 નો વિશાળ સ્કોર બનાવ્યો જે લીગના ઇતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર હતો. મેદાન પર આવતા જ લિવિંગસ્ટોને વિસ્ફોટક ઈનિંગ રમી હતી.
છેલ્લી ઓવરે તબાહી મચાવી દીધી
લિયામ લિવિંગસ્ટોનની ઇનિંગનો સૌથી રોમાંચક ભાગ અંતિમ ઓવર રહી. ડ્વેઇન પ્રિટોરિયસ બોલિંગ કરવા આવ્યો અને પહેલો બોલ ડૉટ નાખી રાહતનો શ્વાસ લઈ રહ્યો હતો, પરંતુ બીજી જ ક્ષણે તેની ધીરજ તૂટી ગઈ. લિવિંગસ્ટોને બીજા બોલથી છઠ્ઠા બોલ સુધી સતત પાંચ છગ્ગા ફટકાર્યા હતા. એક જ ઓવરમાં 33 રન બનાવ્યા. આ ઓવરે માત્ર તેની ઇનિંગને નવી ઉંચાઈઓ આપી પણ મેચની સમગ્ર મોમેન્ચ નાઈટ રાઈડર્સના પક્ષમાં બદલી નાખી.
Pure entertainment!
— Abu Dhabi Knight Riders (@ADKRiders) December 4, 2025
🍿Liam Livingstone | #WeAreADKR | #AbuDhabiKnightRiders | #SWvADKR pic.twitter.com/2FxJYGZVCC
શરૂઆતથી અંત સુધી ધમાકેદાર બેટિંગ
લિવિંગસ્ટોનના આગમન પહેલાં એલેક્સ હેલ્સ (32) અને અલીશાન શરાફુ (34) એ ટીમને ઝડપી શરૂઆત આપી. નંબર 4 પર આવતા લિવિંગસ્ટોને શરૂઆતથી જ મોટા શોટ રમવાનું શરૂ કર્યું. શેરફેન રધરફોર્ડે પણ મધ્ય ઓવરોમાં શાનદાર ટેકો આપ્યો 27 બોલમાં 45 રન બનાવ્યા અને સાથે મળીને તેઓએ સ્કોરબોર્ડને આગળ વધાર્યું હતું.
વોરિયર્સ ટકી શક્યા નહીં
234 રનના વિશાળ લક્ષ્યને પડકારતી વખતે શારજાહ વોરિયર્સની શરૂઆત નબળી રહી. ટીમે પાવરપ્લેમાં ત્રણ મુખ્ય વિકેટ ગુમાવી દીધી: જોહ્ન્સન ચાર્લ્સ (10), ટોમ એબેલ (6) અને ટોમ કોહલર-કેડમોર (14). જોકે ટિમ ડેવિડે 24 બોલમાં 60 રન ફટકારીને મેચ થોડી રોમાંચક બનાવી હતી. તેણે પીયૂષ ચાવલાની એક ઓવરમાં ત્રણ છગ્ગા પણ ફટકાર્યા, પરંતુ વિકેટો સતત પડવાના કારણે રનનો પીછો કરવો વધુ મુશ્કેલ બન્યો.
અંતે, પ્રિટોરિયસ (39) અને આદિલ રશીદ (25) એ ઝડપી રન બનાવ્યા પરંતુ ટીમ ફક્ત 194/9 સુધી પહોંચી શકી. પરિણામે, નાઈટ રાઈડર્સે 39 રનથી મેચ જીતી લીધી.




















