શોધખોળ કરો

Asiatic lion: હવે સિંહ દર્શન માટે ગીર નહીં જવું પડે, ધનતરેસે લોકોને આ વન્યજીવ અભયારણ્ય મળશે ભેટ

Barda Wildlife Sanctuary: સિંહની વાત આવે એટલે આપણને ગીર યાદ આવે પરંતુ હવે સિંહ દર્શન માટે તમારે ગીર જવાની જરુર નથી. રાજ્યના આ સ્થળે તમે સિંહ દર્શન કરી શકો છો.

Barda Wildlife Sanctuary: સિંહની વાત આવે એટલે આપણને ગીર યાદ આવે પરંતુ હવે સિંહ દર્શન માટે તમારે ગીર જવાની જરુર નથી. રાજ્યના આ સ્થળે તમે સિંહ દર્શન કરી શકો છો.  ગુજરાતમાં પ્રવાસીઓ માટે એક નવીન નજરાણું ઉમેરવા જ‌ઈ રહ્યું છે. આગામી ધનતેરસના દિવસે તા.૨૯ ઓકટોબરના રોજ મંગળવારે દેવભૂમિ દ્વારકાના કપુરડી ચેક પોસ્ટ ખાતે એશિયાઈ સિંહોનું બીજું નવું રહેઠાણ એટલે કે 'બરડા વન્યજીવ અભયારણ્ય' અને બરડા જંગલ સફારી' ફેઝ-૧નો શુભારંભ કરવામાં આવશે. 

ગુજરાત વાઈલ્ડલાઈફ પી.સી.સી.એફ એન. શ્રીવાસ્તવે નવીન બરડા વન્યજીવ અભયારણ્ય વિશે વિગતો આપતાં કહ્યું હતું કે, એશિયાઈ સિંહો વિશ્વમાં ખૂબ પ્રખ્યાત અને માત્ર ગુજરાતના જૂનાગઢ ફોરેસ્ટ રેન્જમાં જોવા મળતા હોય છે.  હવે બરડાની ટેકરીઓમાં પણ નાગરિકો- પ્રવાસીઓને ગુજરાતનું ગૌરવ સમાન 'એશિયાઈ સિંહ' નિહાળવા મળશે. હાલ ગુજરાતમાં અંદાજે ૬૭૪ એશિયાઈ સિંહો જોવા મળે છે અને હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બરડા વન્યજીવ અભયારણ્ય પણ સુરક્ષિત અને કુદરતી વસાહત તરીકે સ્થાપિત થશે.

જાણો બરડા વન્યજીવ અભયારણ્યની વિશેષતાઓ

આ અભયારણ્યમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ, વન્યજીવ તેમજ રંગબેરંગી સ્થાનિક અને યાયાવર પક્ષીઓને વિચરણ માટે જૂનું અને જાણીતું સ્થળ છે અને એની નોંધ સમગ્ર વિશ્વ એ લીધી છે. બરડા વન્યજીવ અભયારણ્યનું વૈવિધ્યસભર નિવસન તંત્ર ૩૬૮ વનસ્પતિ પ્રજાતિઓને આશ્રય આપે છે, જેમાં ૫૯ વૃક્ષો, ૮૩ છોડ, ર૦૦ ક્ષુપ અને ૨૬ વેલાઓની પ્રજાતિઓનો સમાવેશ થાય છે. જ્યારે વનસ્પતિની ૩૬૮ પ્રજાતિઓમાં, ક્ષુપનું પ્રમાણ સૌથી વધુ ૫૪ ટકા છે. ત્યારબાદ ૨૩ ટકા છોડ, વૃક્ષો ૧૬ ટકા અને વેલાઓ ૦૯ ટકાનો સમાવેશ થાય છે. વનસ્પતિઓમાં રાયણ બરડાની સૌથી મહત્વપૂર્ણ પ્રજાતિઓમાંની એક છે.

બરડા અભયારણ્યમાં જોવા મળતા પશુ-પક્ષીઓ 

લગભગ ૧૪ દાયકા પછી આ જંગલના વિસ્તાર ફરી એક વખત એશિયાઇ સિંહોની હાજરીનું ગૌરવ અનુભવી રહ્યું છે. આ ઉપરાંત આ અભયારણ્યમાં કુલ ૨૨ સસ્તન પ્રાણીઓની પ્રજાતિઓ માટેનું નિવાસસ્થાન છે,જેમાં સિંહ સિવાય દીપડા,જંગલી બિલાડી, ઝરખ, નોળિયો, વીંજ/નાનું વણીયર, શિયાળ, લોંકડી અને સસલા સામેલ છે. આ ઉપરાંત અભયારણ્ય હરણ, સાબર, ચિત્તલ,નીલગાય અને જંગલી ભૂંડ જેવા પ્રાણીઓનો પણ વસવાટ કરે છે. આ અભયારણ્યમાં પક્ષીઓની ૨૬૯ પ્રજાતિઓનો સમાવેશ થાય છે, જે સૌ નાગરિકો માટે ગૌરવ સમાન છે. જેમાં મોર, તેતર, દૂધરાજ, પીળીચાંચ ઢોંક, બુલબુલ, ચાશ, દેશી નીલકંઠ, શ્વેત કંઠ કલકલિયો જેવા પક્ષીઓ વિચરણ કરતા જોવા મળે છે.

બરડા જંગલ સફારી ફેઝ:૧ની  સફર

બરડા જંગલ સફારીમાં ભાણવડ -રાણાવાવ તેમજ બરડા વન્યપ્રાણી અભયારણ્યના સૌથી મનોહર વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સફારી દ્વારા પ્રવાસીઓ બરડા વન્યજીવ અભયારણ્યની સમૃદ્ધ જૈવવિવિધતાનો રોમાંચક અનુભવ કરશે. આ સફારી ટ્રેઇલ જાજરમાન કીલગંગા નદીના સાનિધ્યમાંથી પસાર થઈ બરડા વન્યજીવ અભયારણ્યની સમૃદ્ધ વનસ્પતિસૃષ્ટિ તેમજ વિશિષ્ટ પ્રાણીસૃષ્ટિત નિહાળવાની અનોખી તક આપે છે. વધુમાં, સફારી પરમિટ મેળવવા માટે પ્રવાસીઓએ ટિકિટ બારી પર અગાઉથી બુકિંગ કરાવવું ફરજીયાત છે. આગામી સમયમાં આ પરમિટ માટે ઓનલાઇન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ થશે, જેથી પ્રવાસીઓ વધુ સરળતાથી અને આગોતરું આયોજન કરી શકશે.

બરડા પ્રદેશના ઊંચા નીચા ડુંગર અને ટેકરીઓથી સુસજ્જિત ભૌગોલિક રચના આશરે ૨૧૫ ચોરસ કિમીનો વિસ્તાર ધરાવે છે. જે પૈકી ૧૯૨.૩૧ ચોરસ કિ.મી. વિસ્તારને વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૭૨ હેઠળ સત્તાવાર રીતે વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો છે. બરડા વન્યજીવ અભયારણ્ય પોરબંદર અને દેવભૂમિ દ્વારકા એમ બે જિલ્લાઓમાં ફેલાયેલો છે.

આ અભયારણ્ય સડક માર્ગોથી સારી રીતે સંકળાયેલો છે, જેથી નજીકના નગરો અને શહેરો સુધી સહેલાઈથી પહોંચવું શક્ય બને છે. બરડા વન્યજીવ અભયારણ્યમાં પોરબંદર, જામજોધપુર, ઉપલેટા, જામનગર અને જૂનાગઢ જેવા મહત્વપૂર્ણ શહેરોમાં સરળતાથી પહોંચી શકાય છે. આ ઉપરાંત, આ અભયારણ્ય રાજકોટથી ૧૭૦ કિ.મી. અને અમદાવાદ ૪૩૦ કિ.મી. જેવા મુખ્ય શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે. વધુમાં,આ અભયારણ્યથી પોરબંદર રેલવે સ્ટેશન ૪૦ કિ.મી. અને જામનગર ૮૨ કિ.મી. છે. જ્યારે, હવાઈ માર્ગથી પણ સંકળાયેલો છે.  આ અભયારણ્યથી રાજકોટ એરપોર્ટ ૧૯૦ કિ.મી.છે.

બરડા અભયારણ્યની મુલાકાત માટેનો ઉત્તમ સમય
આ અભયારણ્યની પ્રવાસીઓ સવારે ૦૬ કલાકથી સાંજે ૦૪ વાગે સુધી મુલાકાત લઈ શકે છે. સાથે જ શિયાળામાં તા. ૧૬ ઓક્ટોબરથી ફેબ્રુઆરી અને ઉનાળામાં તા. ૦૧ માર્ચ થી ૧૫ જૂન સુધી ચાલુ હોય છે. આ ઉપરાંત દર વર્ષે ૧૬ જૂનથી ૧૫ ઑક્ટોબર દરમિયાન બરડા જંગલ સફારી બંધ રહે છે.
 
પ્રવાસીઓ માટે નજીકના મુખ્ય પ્રવાસન આકર્ષણો
બરડા વન્યજીવ અભયારણ્ય નવલખા મંદિર,મોડપર કિલ્લો, જાંબુવન ગુફા,સુદામા મંદિર, કીર્તિ મંદિર, પ્રસિદ્ધ નાગેશ્વર મંદિર  તેમજ દ્વારકાધીશ મંદિર જેવા વિશ્વ પ્રખ્યાત સ્થળો આવેલા છે. 

આ પણ વાંચો...

દિવાળીમાં બહાર કાર પાર્કિગ કરતા પહેલા ચેતી જજો, ભાવનગરમાં ફટાકડાથી કારમાં બ્લાસ્ટ થતાં એક બાળકી ઘાયલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?
Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
Embed widget