![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદમાં થર્ટી ફસ્ટની રાત્રે ફટાકડા ફોડતાં પહેલાં આ વાતનું રાખજો ધ્યાન નહિતર થઈ જશો જેલભેગા
હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થા, ન્યાયાલય, ધાર્મિક સ્થળથી 100 મીટરની ત્રિજ્યાનો વિસ્તાર સાઈલન્ટ જોન હોવાને કારણે ત્યાં પણ ફટાકડા ફોડી શકાશે નહીં.
![અમદાવાદમાં થર્ટી ફસ્ટની રાત્રે ફટાકડા ફોડતાં પહેલાં આ વાતનું રાખજો ધ્યાન નહિતર થઈ જશો જેલભેગા Be aware of this before the fireworks explode on the night of Thirty First in Ahmedabad, otherwise you will be jailed અમદાવાદમાં થર્ટી ફસ્ટની રાત્રે ફટાકડા ફોડતાં પહેલાં આ વાતનું રાખજો ધ્યાન નહિતર થઈ જશો જેલભેગા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/08130150/4-two-indians-of-indian-origin-arrested-in-singapore-for-blaming-illegal-firecrackers.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વા વર્ષની ઉજવણી આવી રહી છે. આ વર્ષે પણ લોકો કરફ્યૂ વચ્ચે નવુ વર્ષ અને ક્રિસમસ ઉજવશે. આવામાં અમદાવાદ શહેર પોલીસ (ahmedabad police) દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. જે મુજબ ક્રિસમસની ઉજવણી માટે પોલીસ કમિશનરે રાતે 11.55 વાગ્યાથી 12.30 વાગ્યા સુધીની જ મંજૂરી આપી છે. આ 35 મિનિટની મંજૂરી 25 અને 31 ડિસેમ્બર એમ 2 દિવસ પૂરતી છે. આ સિવાયના સમયમાં જે વ્યક્તિ ફટાકડા ફોડશે તેની વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધરપકડ કરાશે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડયું છે. દિવાળીની માફક જ નવા વર્ષની ઉજવણીમાં પણ પ્રતિબંધ મૂકાયો છે. જેમાં ફટાકડા ફોડવા, વેચાણ અને ઉત્પાદન માટે નિયમો મૂકાયા છે. ક્રિસમસની રાત્રે 11.55થી 12.30 વાગ્યા સુધી જ આતશબાજી કરી શકાશે. 24 ડિસેમ્બર અને 25 ડિસેમ્બરે રાત્રે 11-55થી 12-30 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે.
જાહેરનામામાં સ્પષ્ટ કર્યું છે કે, સિરીઝમાં જોડાયેલા, વધુ પ્રદૂષણ કે અવાજ કરતા ફટાકડા ફોડી શકાશે નહીં. આ ઉપરાંત વિદેશી ફટાકડા પર પણ પ્રતિબંધ લાદ્યો છે. આ સિવાય હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થા, ન્યાયાલય, ધાર્મિક સ્થળથી 100 મીટરની ત્રિજ્યાનો વિસ્તાર સાઈલન્ટ જોન હોવાને કારણે ત્યાં પણ ફટાકડા ફોડી શકાશે નહીં.
આ હુકમ અન્વયે અમદાવાદ શહેર પોલીસ કમિશનરરેટ વિસ્તારમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના કોઈપણ અધિકારિશ્રીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે આઇ.પી.સી. કલમ-૧૮૮ અને અન્ય કાનુની જોગવાઈઓ સહિત જી.પી. એક્ટની કલમ-૧૩૧ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.
પોલીસ કમિશ્નરે ફટાકડાને લઈને જાહેરનામું તો પાડ્યું છે પણ ક્લબ, પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ કે હોટેલોમાં ડાન્સ પાર્ટી યોજાશે કે નહીં તે અંગે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું નથી. દર વર્ષે શહેરમાં 70થી 80 જગ્યાએ યોજાતી ડાન્સ પાર્ટીમાંથી ચાલુ વર્ષે એક પણ આયોજકે મંજૂરી માગી નથી કે કોઈ તૈયારી કરી નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)